સુરતમાં ફ્રેન્ડશીપ ડેના દિવસે બે મિત્રો વિખૂટા પડ્યા, ઝેરી દવા પીને નદીમાં લગાવી છલાંગ, એકનું મોત
August 03, 2025

સુરત : સુરતના ડીંડોલીમાં રહેતા કૌસ્તુભ અને સમીર નામના બે મિત્રોએ અડાજણ પાટીયાના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી ફ્રેન્ડશિપ ડેના બે દિવસ પહેલાં (શુક્રવારે) છલાંગ મારી હતી. જોકે, બંને નદી કિનારે જમીન પર પટકાતા જીવ બચી ગયો હતો પણ ઇજા થતા નવી સિવિલમાં ખસેડ્યા હતા. જ્યાં આજે (3 ઓગસ્ટે), ફ્રેન્ડશિપ ડેના દિવસે જ કૌસ્તુભનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે બીજા મિત્ર સમીરની હાલ સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ 24 વર્ષીય કૌસ્તુભ છેલ્લા ઘણા સમયથી કામ-ધંધો યોગ્ય રીતે ન ચાલવાને કારણે તણાવમાં હતો. જ્યારે તેનો મિત્ર 18 વર્ષીય સમીર ધોરણ 10માં નાપાસ થયો હતો અને ફરીથી પરીક્ષા આપવાનો હોવાથી તે પણ તણાવ અનુભવી રહ્યો હતો. આ બંને મિત્રોએ શુક્રવારે સાંજે રાંદેર ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર પહોંચી પહેલા ઝેરી દવા પીધી અને પછી તાપી નદીમાં છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
કૌસ્તુભ પરિવારનો એકમાત્ર દીકરો હતો. તેના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જે દિવસે મિત્રતાની ઉજવણી કરવામાં આવે છે, તે જ દિવસે આ મિત્રોની જોડી કાયમ માટે તૂટી ગઈ. કૌસ્તુભના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. હાલ પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે.
Related Articles
સુરતમાં ફ્રેન્ડશીપ ડેના દિવસે બે મિત્રો વિખૂટા પડ્યા, ઝેરી દવા પીને નદીમાં લગાવી છલાંગ, એકનું મોત
સુરતમાં ફ્રેન્ડશીપ ડેના દિવસે બે મિત્રો...
Aug 03, 2025
ભારે વિવાદ બાદ અમદાવાદમાં ટ્રાફિક જાગૃતિના નામે લગાવેલા બેનર્સ હટાવાયા, NGOને અપાઈ કડક સૂચના
ભારે વિવાદ બાદ અમદાવાદમાં ટ્રાફિક જાગૃતિ...
Aug 02, 2025
સુરતમાં માતાએ પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, માતાનું મોત, પુત્રની હાલત ગંભીર
સુરતમાં માતાએ પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવ...
Jul 31, 2025
વડોદરાના આજવા સરોવરમાંથી 1540 ક્યુસેક પાણી છોડાયું
વડોદરાના આજવા સરોવરમાંથી 1540 ક્યુસેક પા...
Jul 29, 2025
અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ‘શક્તિ કૉરિડોર’, અંદાજે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર
અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ‘શક્તિ કૉ...
Jul 29, 2025
14 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતમાં આજે પણ મેઘરાજા બોલાવશે ધડબડાટી
14 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ...
Jul 29, 2025
Trending NEWS

02 August, 2025

02 August, 2025

02 August, 2025

02 August, 2025

02 August, 2025

02 August, 2025

02 August, 2025

02 August, 2025

02 August, 2025

02 August, 2025