ઇટાલીમાં બૈસાખી ઉત્સવમાં બે ભારતીયની ગોળી મારીને હત્યા, હુમલાખોર કાર લઈને ફરાર
April 19, 2026
બર્ગામો : ઇટાલીના ઉત્તરમાં આવેલા બર્ગામો પ્રાંતમાં બૈસાખીના પવિત્ર તહેવાર દરમિયાન એક ફાયરિંગની ઘટના બની હતી. અહીં એક વેરહાઉસ પાસે અજાણ્યા હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરીને બે ભારતીય નાગરિકોની હત્યા કરી દીધી છે. આ ઘટનાને પગલે સ્થાનિક ભારતીય સમુદાયમાં શોક અને ફફડાટ વ્યાપી ગયો છે. આ લોહિયાળ ઘટના શુક્રવારે મોડી રાત્રે બર્ગામો પ્રાંતના કોવો વિસ્તારમાં બની હતી. જે સ્થળે આ હુમલો થયો તે ગુરુદ્વારા માતા સાહિબ કૌર જીની નજીક આવેલું એક વેરહાઉસ છે. બૈસાખીના તહેવાર નિમિત્તે આ વેરહાઉસનો ઉપયોગ ધાર્મિક પ્રવૃત્તિઓ અને સભા માટે કરવામાં આવી રહ્યો હતો. જ્યારે બંને પીડિતો વેરહાઉસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે જ હુમલાખોરે તેમના પર હુમલો કર્યો હતો. પોલીસ અહેવાલો અનુસાર, મૃતકોની ઓળખ 48 વર્ષીય રાગિન્દર સિંહ અને 48 વર્ષીય ગુરમીત સિંહ તરીકે થઈ છે. રાગિન્દર સિંહ કોવો વિસ્તારના જ રહેવાસી હતા, જ્યારે ગુરમીત સિંહ અગ્નાડેલોમાં રહેતા હતા. હુમલાખોરે અચાનક આવીને બંને પર ગોળીઓ ચલાવી હતી અને ત્યારબાદ પોતાની કારમાં બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ કોઈ આકસ્મિક ઝઘડાનું પરિણામ નથી, પરંતુ એક સુનિયોજિત હત્યા હોઈ શકે છે. હુમલાખોરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓની મદદ લેવામાં આવી રહી છે.
Related Articles
યુરેનિયમ સોંપો, વળતર નહીં મળે, સંપત્તિ અનફ્રીઝ નહીં થાય, યુએસની 5 શરતો
યુરેનિયમ સોંપો, વળતર નહીં મળે, સંપત્તિ અ...
May 18, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે 5-5 ડિમાન્ડને લીધે સીઝફાયર અધ્ધરતાલ
અમેરિકા-ઈરાન વચ્ચે 5-5 ડિમાન્ડને લીધે સી...
May 17, 2026
યુક્રેનનો રશિયા પર 1000થી વધુ ડ્રોનથી હુમલો, 1 ભારતીયનું મોત
યુક્રેનનો રશિયા પર 1000થી વધુ ડ્રોનથી હુ...
May 17, 2026
માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ, 164 ફૂટ ઊંડે સંશોધન કરવા ગયા હતા
માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ...
May 16, 2026
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથી મળેલી તમામ ગિફ્ટ બેજિંગ એરપોર્ટ પર ડસ્ટબિનમાં ફેંકી દીધી
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથ...
May 16, 2026
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન...
May 15, 2026
Trending NEWS
માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ, 164 ફૂટ...
16 May, 2026