Breaking News :
મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર અકસ્માત, બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર દશેરાએ દિલ્હીમાં રાવણ સાથે 30 ફૂટના 'કોકરોચ'નું દહન! અમેરિકાના કેલિફોર્નિયામાં બોગસ વોટિંગ મામલે બે ભારતીય નાગરિકો સહત 28 ગ્રીન કાર્ડધારકો સામે ફોજદારી કેસ

નર્મદા જિલ્લામાં 24 કલાકમાં 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ

August 25, 2025

દેડિયાપાડા : નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.જિલ્લામાં સર્વત્ર વરસાદથી નર્મદા નદી, કરજણ નદી ,ઓરસંગ નદી, તરાવ નદી,ધામણખાડી ,દેવ નદી, દેહેલી નદી અને દોધન નદી અને અન્ય ખાડી કોતરોમાં વરસાદના પાણી વહેતા થયા છે.જિલ્લાના નાના મોટા ચેકડેમ ઓવરફ્લો થયા છે.જ્યારે ખેડૂતોમાં પણ સારા વરસાદથી ખુશી જોવા મળી છે. સૌથી વધુ વરસાદ નાંદોદ ૧૦૨ મિ.મી. ૪ ઈંચ વરસાદ નોંધાયો હતો. કુલ વરસાદ ૮૩૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો. ગરૂડેશ્વર ૮૨ મિ.મી. સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો. કુલ વરસાદ ૫૩૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તિલકવાડા ૬૦ મિ.મી. સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે. કુલ વરસાદ ૭૭૭ મિ.મી. વરસાદ નોંધાયો છે. દેડિયાપાડામાં ૩૮ મિ.મી વરસાદ થતા દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.કુલ વરસાદ ૧૧૧૩ મિ.મી. નોંધાયો હતો. સાગબારા ૩૦ મિ.મી. એક ઈંચ વરસાદ નોંધાયો છે. કુલ વરસાદ ૧૧૬૮ મિ.મી. નોંધાયો હતો.કરજણ નદી બે કાંઠે વહેતી થતાં કરજણ ડેમ જળાશયમાં પાણીની આવક વધી છે.