ડેડલાઈન પૂરી થાય એ પહેલા જ US-ઈઝરાયલના ઈરાન પર હુમલા, ખાર્ગ ટાપુ પર બોમ્બમારો, રેલવે બ્રિજ ઉડાવ્યો
April 07, 2026
ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે અત્યંત આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તેઓ ઈરાનને સતત અલ્ટીમેટમ આપી રહ્યા છે અને હવે તેમના નવા અલ્ટીમેટમની સમયમર્યાદા પૂર્ણ થવા જઈ રહી છે. આ દરમિયાન ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ખાર્ગ ટાપુ સહિત અનેક સ્થળોએ અમેરિકા અને ઈઝરાયલે ઉપરા-છાપરી ભીષણ હુમલા શરૂ કર્યા છે.
ઈરાનના શાહરીયાર શહેરમાં એક રહેણાંક ઈમારત પર થયેલા ભીષણ હુમલામાં 9 લોકોના મોત થયા છે અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે કરજ વિસ્તારમાં વીજ લાઈનો પર પ્રોજેક્ટાઈલ પડતા વીજ પુરવઠો ખોરવાયો છે. આ હુમલા બાદ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ આકરી પ્રતિક્રિયા આપતા અમેરિકા અને તેના સહયોગી દેશોને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેની 'રેડ લાઇન' પાર કરશે, તો તેઓ મધ્ય પૂર્વની બહાર જઈને પણ જવાબી કાર્યવાહી કરશે. આ આક્રમક વલણ સાથે ઈરાને પશ્ચિમી દેશોને તેલ અને ગેસના પુરવઠા માટે તરસાવી દેવાની પણ ધમકી આપી છે.
મેહર ન્યૂઝના અહેવાલ મુજબ, ઈરાનના ઓઈલ હબ ગણાતા ખાર્ગ ટાપુ પર મંગળવારે તોબડતોડ હવાઈ હુમલા થયા છે. ખાર્ગ પર એક પછી એક અનેક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આખા વિસ્તારમાં તણાવ વ્યાપી ગયો છે. ઈરાની અહેવાલોમાં તેહરાન, કોમ અને લોરેસ્તાન પ્રાંતના ખોર્રમાબાદ એરપોર્ટ સહિત અન્ય કેટલાક સ્થળો પર વિસ્ફોટોનો ઉલ્લેખ છે. આ સાથે અગાઉ હમદાનના એક રહેણાંક વિસ્તાર પર થયેલા હુમલાની માહિતી પણ આપવામાં આવી છે.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026