ઉત્તરાખંડના ભારે વરસાદનું એલર્ટ, સ્કુલો બંધ રાખવા આદેશ અપાયો

July 21, 2025

ઉત્તરાખંડના ઘણા જીલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે. જેને જોતા દહેરાદુનમાં સોમવારે સ્કુલો બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ અનુસાર નૈનિતાલ, ઉદ્યમસિંહ નગર, ચંપાવત અને પૌડી ગઢવાલ જીલ્લાઓમાં ઘણા સ્થાનો પર વરસાદની સંભાવના છે.  ભારે વરસાદ અને પવનના એલર્ટના કારણે સામાન્ય લોકોને સતર્ક રહેવા માટે સુચન કરાયું છે અને જરૂર વગર ઘરની બહાર ન નિકળવા સલાહ આપવામાં આવી છે. 

દહેરાદુન, ટિહરી, પૌડી અને હરિદ્વાર જેવા જીલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે. દેહરાદુનમાં ડીએમએ જણાવ્યું હતું કે ભારે વરસાદની આશંકાને જોતા 21 જુલાઈ એટલે કો સોમવારે તમામ શાળાઓ બંધ રહેશે. હવામાન વિભાગના કહ્યા અનુસાર 48 કલાક દરમિયાન જુદા-જુદા ભાગોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાનું અનુમાન છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ દરમિયાન વરસાદ પણ પડી શકે છે.