ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં ગજબ થઈ ગયું! સ્મૃતિ ઈરાનીનું નામ જ ગાયબ
June 12, 2026
અમેઠી : ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં પંચાયત ચૂંટણીને લઈને જાહેર કરવામાં આવેલી આખરી મતદાતા યાદી(Final Voter List)માંથી પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની(Smriti Irani)નું નામ ગાયબ હોવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ હાઇપ્રોફાઇલ રાજકીય ઘટનાને કારણે સમગ્ર જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે, વિધાનસભા મતવિસ્તારની સામાન્ય મતદાતા યાદીમાં તેમનું નામ હજુ પણ નોંધાયેલું છે.
મળતી વિગતો અનુસાર, સ્મૃતિ ઈરાનીએ વર્ષ 2021માં અમેઠીના ગૌરીગંજ હેઠળ આવતા મેદન મવઈ ગામમાં 11 વીઘા જમીન ખરીદી હતી. ત્યારબાદ 29 જુલાઈ 2021 ના રોજ તેમના પુત્ર જોહર ઈરાનીએ આ જમીન પર ભૂમિપૂજન કરીને આવાસ નિર્માણનો પાયો નાખ્યો હતો. ઘર સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા બાદ 22 ફેબ્રુઆરી 2024ના રોજ તેમણે ગૃહપ્રવેશ કર્યો હતો. આ નવા ઘરના આધારે જ તેમનું નામ ગામના 'લીલા ટિકરા' બૂથની મતદાતા યાદીમાં નોંધાયું હતું, અને તેમણે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં આ જ બૂથ પર મતદાન પણ કર્યું હતું. આ પહેલાં તેઓ મુંબઈ ઉત્તર-પશ્ચિમ સંસદીય ક્ષેત્રના મતદાતા હતા.
આ સમગ્ર વિવાદ અંગે અમેઠીના જિલ્લાધિકારી (DM) સંજય ચૌહાણે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું કે, 'પંચાયત ચૂંટણીની મતદાતા યાદીમાં નામ સામેલ કરાવવા માટે સામાન્ય ચૂંટણી કરતાં અલગથી નિયમ મુજબનું અરજીપત્રક ભરવું પડે છે. પ્રશાસન દ્વારા અત્યારે આ મામલે કાયદેસરની તપાસ કરવામાં આવી રહી છે, અને જૂના રૅકોર્ડ્સની ચકાસણી ચાલુ છે. અમે એ વાતની તપાસ કરાવી રહ્યા છીએ કે, પંચાયત ચૂંટણી માટેનું જરૂરી અરજીપત્રક સમયસર જમા કરવામાં આવ્યું હતું કે નહીં. જો સત્તાવાર તપાસમાં અરજી મળી આવશે, તો નિયમાનુસાર તેમનું નામ પંચાયતની મતદાતા યાદીમાં તાત્કાલિક ઉમેરી દેવામાં આવશે. તપાસ અહેવાલ આવ્યા બાદ જ સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.'
Related Articles
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ...
Nov 02, 2026
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હ...
Nov 02, 2026
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડ...
Nov 02, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લોકોના મોત
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લ...
Nov 01, 2026
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અલ્ટીમેટમ, સરકાર સામે સંકટના વાદળો
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અ...
Nov 01, 2026
ઉજ્જૈનમાં ઝેરી ગેસની ગૂંગળામણના કારણે સફાઈ 4 કર્મચારી મોતને ભેટ્યાં
ઉજ્જૈનમાં ઝેરી ગેસની ગૂંગળામણના કારણે સફ...
Nov 01, 2026
Trending NEWS
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
31 October, 2026
31 October, 2026
31 October, 2026