અમને અમેરિકા પર વિશ્વાસ નથી, ઈસ્લામાબાદમાં મંત્રણા નિષ્ફળ ગયા બાદ ઈરાનના સ્પીકરનું નિવેદન
April 12, 2026
ઈસ્લામાબાદ : પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી કરવા માટેની બે દિવસથી બેઠક ચાલી રહી છે, જોકે હજુ સુધી બંને દેશો વચ્ચે કોઈપણ સમજૂતી થઈ શકી નથી. બેઠકને લઈને ઈરાન સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબફે કહ્યું કે, ઈરાન સારી નિયતથી વાતચીત કરવા આવ્યું હતું, જોકે અમેરિકા ઈરાનનો વિશ્વાસ હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું છે. ગાલિબફે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અનેક પોસ્ટ કરી છે. તેમણે કહ્યું છે કે, ઈરાને સારી નિયતથી વાતચીત શરૂ કરી હતી, જોકે અગાઉ વિવાદોના કારણે અમેરિકા પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. છેલ્લા બે યુદ્ધના અનુભવના કારણે અમે બીજીતરફવાળા પર કોઈપણ ભરોસો નથી. ઈરાનના પ્રતિનિધિમંડળે બેઠકમાં રજૂ કરેલા પ્રસ્તાવ પર કોઈ ધ્યાન અપાયું નથી. અમરિકા-ઈઝરાયલ સંયુક્ત રીતે ઈરાન સાથે એક મહિનાથી વધુ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું, ત્યારપછી અમેરિકા-ઈરાન વચ્ચે 14 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે યુદ્ધવિરામ પછી પણ યુદ્ધ ન થાય તે માટે પાકિસ્તાનની રાજધાની ઈસ્લાબાદમાં બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક યોજાઈ છે. શનિવારે અને રવિવારે યોજાયેલી બેઠકમાં 21 કલાક સુધી વાતચીત ચાલી હતી, જોકે હજુ સુધી કોઈપણ પરિણામ સામે આવ્યું નથી. બંને દેશો મતભેદ દૂર કરવામાં નિષ્ફળ ગયા છે. રિપોર્ટ મુજબ બેઠકમાં ઈરાનના ન્યૂક્લિયર કાર્યક્રમને લઈને વિવાદ ઉભો થયો છે.
Related Articles
અમેરિકામાં એર શૉ દરમિયાન સંકલનના અભાવે 2 ફાઇટર જેટ વચ્ચે હવામાં ભયાનક ટક્કર, ચારેય ક્રૂ સભ્યો સુરક્ષિત
અમેરિકામાં એર શૉ દરમિયાન સંકલનના અભાવે 2...
May 18, 2026
ચીનમાં ભૂકંપનો કહેર: 5.2ની તીવ્રતાના આંચકા આવવાના કારણે ઇમારતો ધરાશાયી, 2 લોકોએ જીવ ગુમાવ્યા
ચીનમાં ભૂકંપનો કહેર: 5.2ની તીવ્રતાના આંચ...
May 18, 2026
ભારતે સ્થાનિક બજારમાં કિંમતો નિયંત્રિત કરવા ખાંડની નિકાસ પર મૂકેલા પ્રતિબંધથી નેપાળમાં સંકટ સર્જાયું
ભારતે સ્થાનિક બજારમાં કિંમતો નિયંત્રિત ક...
May 18, 2026
યુરેનિયમ સોંપો, વળતર નહીં મળે, સંપત્તિ અનફ્રીઝ નહીં થાય, યુએસની 5 શરતો
યુરેનિયમ સોંપો, વળતર નહીં મળે, સંપત્તિ અ...
May 18, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે 5-5 ડિમાન્ડને લીધે સીઝફાયર અધ્ધરતાલ
અમેરિકા-ઈરાન વચ્ચે 5-5 ડિમાન્ડને લીધે સી...
May 17, 2026
યુક્રેનનો રશિયા પર 1000થી વધુ ડ્રોનથી હુમલો, 1 ભારતીયનું મોત
યુક્રેનનો રશિયા પર 1000થી વધુ ડ્રોનથી હુ...
May 17, 2026
Trending NEWS
અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે...
17 May, 2026
માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ, 164 ફૂટ...
16 May, 2026