ચૂંટણી પછી ગુંડાઓને છોડીશું નહીં, ભ્રષ્ટાચારીઓનો હિસાબ કરાશે: બંગાળમાં PM મોદીની જનસભા
April 19, 2026
કોલકત્તા ઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બિષ્ણુપુર પહોંચ્યા હતા. મંદિરોના શહેર તરીકે ઓળખાતા બિષ્ણુપુરની આ વિજય સંકલ્પ સભામાં પીએમ મોદીએ મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ સરકાર બનતાની સાથે જ મહિલાઓ માટે મોટા વાયદાઓ કર્યા હતા. પીએમ મોદીએ અત્યંત આક્રમક તેવરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કાર્યકરો અને નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે, "હું ટીએમસીના તમામ ગુંડાઓ, સિન્ડિકેટ અને ભ્રષ્ટાચારીઓને છેલ્લી તક આપું છું. 29 એપ્રિલ પહેલા પોતપોતાના પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી લો, કારણ કે 4 મે પછી કોઈ બચશે નહીં. તેમણે ઉમેર્યું કે, હવે બંગાળની જનતા બંગાળ ટાઈગર બનીને દહાડી રહી છે કે 'હવે નહીં સહીએ, નિર્મમ સરકારને હટાવીને રહીશું'. બંગાળની બહેનો માટે પીએમ મોદીએ યોજનાઓનો પટારો ખોલતા જણાવ્યું કે ભાજપ સરકાર બન્યા બાદ, માતૃશક્તિ ભરોસા કાર્ડ: દરેક બહેનને વર્ષે 36,000 રૂપિયા મળશે. મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે (આયુષ્માન યોજના). દીકરીઓના શિક્ષણ માટે 50,000 રૂપિયાની મદદ આપવામાં આવશે. તેમને 21,000 રૂપિયાની આર્થિક સહાય મળશે, જ્યારે બાળકના જન્મ પર કેન્દ્ર સરકાર તરફથી અલગથી 5,000 રૂપિયા અપાશે. મહિલાઓને પાકું ઘર બનાવવા માટે 1.5 લાખ રૂપિયાની મદદ અપાશે. પીએમએ ટીએમસી પર આદિવાસી વિરોધી હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, આખું વિશ્વ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સન્માન કરે છે, પરંતુ ટીએમસીએ તેમનું અપમાન કર્યું છે. બંગાળની બહેનો આ ક્યારેય ભૂલશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, ઘૂસણખોરોને ફાયદો કરાવવા માટે ટીએમસી તમામ કાયદા તોડી રહી છે અને ધર્મના આધારે અનામત આપીને બંધારણનું ગળું ઘોંટી રહી છે.
Related Articles
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ગેસ પેપરના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ગેસ...
May 17, 2026
'હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી...', CM વિજયથી ઈર્ષ્યાની વાતો પર ભડક્યા સુપરસ્ટાર રજનીકાંત
'હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી...
May 17, 2026
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37એ પહોંચી
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રા...
May 17, 2026
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટરમાઇન્ડ! વિદ્યાર્થીઓને પરીક્ષા અગાઉ જ સવાલ જણાવ્યાનો આરોપ
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં મા...
May 16, 2026
પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો અકસ્માત: 2ના મોત, કિંમતી પાટોની સુરક્ષા માટે પોલીસ ગોઠવવી પડી
પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો...
May 16, 2026
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ...
May 15, 2026
Trending NEWS
ભારત અને UAE વચ્ચે સમજૂતી કરાર, હોર્મુઝ સ્ટ્રેટને...
15 May, 2026
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં...
14 May, 2026
કેરલમના નવા મુખ્યમંત્રી ફાઈનલ, કે.સી.વેણુગોપાલનું...
14 May, 2026