સલમાન-કરીનાની જોડી ફરી મચાવશે ધૂમ? બજરંગી ભાઈજાન બાદ સુપરહીરો ફિલ્મમાં જોવા મળશે આ ફેવરિટ જોડી!
May 05, 2026
સલમાન ખાન હાલમાં ડાયરેક્ટર વામશી પેડિપલ્લી અને પ્રોડ્યુસર દિલ રાજુ સાથે એક એક્શન-ડ્રામા ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે, જે ઈદ 2027 પર રિલીઝ થવાની છે. આ દરમિયાન સલમાન ખાન અને કરીના કપૂરની જોડી ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
સલમાન ખાન 'ધ ફેમિલી મેન' ફેમ રાજ એન્ડ ડીકેની આગામી સુપરહીરો ફિલ્મમાં જોવા મળવાનો છે. અગાઉ આ ફિલ્મમાં સમન્થા રૂથ પ્રભુનું નામ ચર્ચામાં હતું, પરંતુ હવે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર કરીના કપૂર આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી શકે છે. મેકર્સ સાથે કરીનાની વાતચીત એડવાન્સ સ્ટેજ પર છે અને તેને આ પ્રોજેક્ટમાં રસ પણ દાખવ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સલમાને પોતે કરીનાનો સંપર્ક કર્યો છે.
જો કરીના આ ફિલ્મ સાઈન કરશે, તો વર્ષ 2015માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'બજરંગી ભાઈજાન' પછી આ જોડી ફરી સાથે જોવા મળશે. 'બજરંગી ભાઈજાન' સલમાન ખાનના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે, જેણે 733 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સિવાય બંને કલાકારો 'બોડીગાર્ડ', 'ક્યોંકી' અને 'મૈં ઔર મિસીસ ખન્ના' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.
Related Articles
પિક્ચર અભી બાકી હૈ... ગંભીર ઈજા બાદ નુસરતે પહેલી પોસ્ટ કરી
પિક્ચર અભી બાકી હૈ... ગંભીર ઈજા બાદ નુસર...
Oct 12, 2026
'રોલ જોઈતો હોય તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશે...', અશ્લીલ માગ સાંભળી અભિનેત્રી થઈ ગુસ્સે
'રોલ જોઈતો હોય તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશ...
Oct 12, 2026
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 75 વર્ષની વયે નિધન
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 7...
Oct 08, 2026
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચી ધામમાં ભક્તોનું ઘોડાપૂર
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચ...
Oct 05, 2026
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પાઇન સર્જરી માટે મુંબઇ લવાશે
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પા...
Oct 03, 2026
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે જ 95 કરોડની કમાણી, આયુષ્માન ખુરાના ડર્યો!
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે...
Oct 03, 2026
Trending NEWS
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026