મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન તૂટશે? સ્થાનિક એકમની ચૂંટણી માટે એકનાથ શિંદે ભાજપ સાથે સોદાબાજીના મૂડમાં
May 19, 2025

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનડીએ ગઠબંધન તૂટવાની અટકળો વહેતી થઈ છે. ભાજપથી નારાજ શિવસેના (એકનાથ શિંદે) આ ચૂંટણીમાં પોતાની શરતો પર ગઠબંધનમાં ચૂંટણી લડવા માગી રહી હોવાનું શિવસેનાના નેતાઓએ જણાવ્યું છે. એકબાજુ શિવસેના સાંસદ નરેશ મ્હસ્કેએ દાવો કર્યો છે કે, જો સહયોગી પક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અલગ થવાનો નિર્ણય લે છે, તો શિવસેના એકલા હાથે નવી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લડશે, બીજી બાજુ શિવસેના પોતાની શરતોના આધારે ભાજપ સાથે મળી આ ચૂંટણી લડવાની ઈચ્છા પણ ધરાવે છે. શિવસેનાના નેતાઓનું કહેવું છે કે, ભાજપે માત્ર પોતાનો જ ફાયદો ન જોવો જોઈએ. તેણે સાથી પક્ષોને પણ લાભ આપવા માટે વિચારવુ જોઈએ. પક્ષ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરવા તૈયાર છે. પરંતુ તેના માટે તેણે થાણે અને કલ્યાણ-ડોંબિવલીની ચૂંટણીમાં શિવસેનાને સાથ આપવો પડશે. શિવસેનાના નેતાએ જણાવ્યું કે, મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઉદ્ધવ સેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બંનેનો સામનો કરવાનો છે. એવામાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડવા માગતી નથી. શિવસેનાના સહકારથી ભાજપના મતદારોમાં વધારો થશે. અને ઉદ્ધવ સેના અને મનસેના મતમાં ફાટ પડશે. જો તે શિવસેનાથી અલગ થઈને ચૂંટણી લડશે તો તેના મતમાં ફાટ પડશે. કલ્યાણ-ડોંબિવલી અને થાણેમાં પક્ષને ભાજપની જરૂર છે. આગળ શિવસેનાના નેતાએ કહ્યું કે, મુંબઈમાં ભાજપ સત્તા મેળવવા માગે છે. શિવસેના આ કામ કલ્યાણ-ડોંબિવલી અને થાણેમાં કરવા માગે છે. જે શિવસેનાનું ગઢ ગણાય છે. ભાજપ અહીં પણ પોતાનું વર્ચસ્વ જમાવવા માગે છે. એકનાથ શિંદે આશરે 45 કાઉન્સિલર્સના સંપર્કમાં છે. જો ભાજપ થાણે અને કલ્યાણ-ડોંબિવલીમાં ગઠબંધન નહીં કરે તો તેનું નુકસાન તેને મુંબઈમાં ભોગવવુ પડશે.
Related Articles
જ્યોતિ મલ્હોત્રા NIA કસ્ટડીમાં, જાસૂસીના આરોપ સંબંધમાં પૂછપરછ થશે
જ્યોતિ મલ્હોત્રા NIA કસ્ટડીમાં, જાસૂસીના...
May 19, 2025
પાકિસ્તાન સાથે સંઘર્ષ વિરામનો નિર્ણય દ્વિપક્ષીય જ છે : વિદેશ સચિવ
પાકિસ્તાન સાથે સંઘર્ષ વિરામનો નિર્ણય દ્વ...
May 19, 2025
ચૂંટણી પહેલા નીતિશ કુમાર અને ચિરાગ પાસવાનની મુલાકાતથી બિહારના રાજકારણમાં હલચલ,
ચૂંટણી પહેલા નીતિશ કુમાર અને ચિરાગ પાસવા...
May 19, 2025
Mee Tooના આરોપો બાદ એમ.જે. અકબરને ફરી PM મોદીની ટીમમાં સ્થાન, 7 વર્ષ પહેલાં છોડવું પડ્યું હતું મંત્રી પદ
Mee Tooના આરોપો બાદ એમ.જે. અકબરને ફરી PM...
May 19, 2025
પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં વધુ એક યુવકની ધરપકડ, ચેટિંગથી થયો મોટો ખુલાસો; અત્યાર સુધી 7 ઝડપાયા
પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં વધુ એક ય...
May 19, 2025
'મગરના આંસુ નહીં ચાલે', કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી અંગે સુપ્રીમ કોર્ટની ફટકાર, SITની રચના
'મગરના આંસુ નહીં ચાલે', કર્નલ સોફિયા કુર...
May 19, 2025