દિલ્હી સહિત આ રાજ્યોમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી, કેરળમાં યલો એલર્ટ
June 04, 2023

પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી-NCRમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
નવી દિલ્હી- દિલ્હી-NCR અને ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં આગામી 2 દિવસ હવામાન ખુશનુમા રહેશે. IMDના વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે કહ્યું કે, ઈરાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં આગામી 3-4 દિવસ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી-NCRમાં આગામી 2 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ તાપમાનમાં વધારો થશે. જો કે ચોમાસું જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં આવવાની પણ શક્યતા છે. IMD મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું લક્ષદ્વીપ અને દક્ષિણ અરબી સમુદ્રના ભાગોમાં આગળ વધ્યું છે.
IMDએ રવિવારે જારી કરાયેલ એલર્ટમાં જણાવાયું છે કે, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, કેરળ, માહે, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા, રાયલસીમા અને કર્ણાટકમાં અલગ-અલગ સ્થળોએ વીજળીના ચમકારા, ભારે પવન, ગાજવીજ સાથે છાંટા પડવાની સંભાવના છે. ઉપરાંત આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કોંકણ અને ગોવામાં વરસાદની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગે ટૂંક સમયમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમનની આગાહી કરી છે. કેરળમાં 6 જૂનથી ભારે વરસાદ પડી શકે છે. કેરળના પઠાનમથિટ્ટા અને ઈડુક્કી જિલ્લામાં પણ સોમવાર સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, ભારતમાં ચોમાસું સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં આવે છે અને પહેલા અઠવાડિયામાં દક્ષિણના રાજ્યોમાં પહોંચી જાય છે.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

07 May, 2025