Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

યોગ દિવસ : કાશ્મીરમાં ચેનાબ પુલ, આંધ્રમાં શિપ પર યોગ;દેશભરમાં 1 લાખથી વધુ પ્રોગ્રામ થયા

June 21, 2025

નવી દિલ્હી  :  શનિવારે વિશ્વભરમાં 11મો યોગ દિવસ ઊજવવામાં આવ્યો હતો. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન્સ પ્રમાણે 191 દેશોમાં 1300 સ્થળોએ 2 હજારથી વધુ કાર્યક્રમો યોજાશે.

આ વર્ષના યોગ દિવસની થીમ 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' છે. યોગ દિવસે, લોકોએ દેશના ઘણા પ્રખ્યાત સ્થળો જેમ કે ચિનાબ બ્રિજ, લાલ ચોક પર સાથે મળીને યોગ કર્યા.

દેશભરમાં 1 લાખથી વધુ સ્થળોએ યોજાનાર આ કાર્યક્રમને સામૂહિક રીતે 'યોગ સંગમ' નામ આપવામાં આવ્યું છે. તેમાં 2 કરોડથી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. શનિવારે વિશ્વભરમાં 11મો યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ વિશાખાપટ્ટનમમાં 3 લાખ લોકો અને 40 દેશોના રાજદ્વારીઓ સાથે યોગ કર્યા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે યોગનો અર્થ જોડવું છે. અને આ જોવું સુખદ છે કે યોગે આખી દુનિયાને કેવી રીતે જોડી છે.

તેમણે કહ્યું હતું કે જે દિવસે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો એ દિવસે સૌથી ઓછા સમયમાં 175 દેશ અમારા પ્રસ્તાવ સાથે ઊભા રહ્યા હતા. આજના વિશ્વમાં આવી એકતા અને સમર્થન સામાન્ય નથી. આ ફક્ત કોઈ પ્રસ્તાવને સમર્થન નહોતું, પરંતુ એ માનવતાના ભલા માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો.

મોદીએ કહ્યું હતું કે આજે જ્યારે વિશ્વમાં અશાંતિ અને અસ્થિરતા વધી રહી છે ત્યારે યોગ શાંતિની દિશા બતાવે છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે પણ પીએમ સાથે યોગ કર્યા. આ વખતે યોગની થીમ 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' છે.

આ કાર્યક્રમ દેશભરમાં 1 લાખથી વધુ સ્થળોએ આયોજિત 'યોગ સંગમ' સાથે જોડાયેલો હશે. એમાં 2 કરોડથી વધુ લોકો ભાગ લે એવી અપેક્ષા છે.