નેપાળની ચૂંટણીમાં યુવા નેતા બાલેન્દ્ર શાહનો દબદબો
March 06, 2026
ઓલી અને શાહ બંને વડાપ્રધાન પદના ઉમેદવાર
ઓલીની પાર્ટીનો દાયકા જૂને દબદબો ખતમ થવાની અણીએ
કાઠમંડુ : નેપાળમાં પાંચમી માર્ચે સંસદીય ચૂંટણી યોજાયા બાદ હાલ મતગણતરી ચાલી રહી છે, જેમાં માનીતા નેતાના સૂપડાં સાફ થતા ચીનને મોટો ઝટકો લાગ્યો છે. નેપાળી મીડિયાના અહેવાલો મુજબ, શરૂઆતના વલણોમાં 43 બેઠકો પરની મતગણતરીમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) 35 બેઠકો પર આગળ ચાલી રહી છે. આરએસપીના વડાપ્રધાન પદના ઉમેદવાર બાલેન શાહ પૂર્વ નેપાળના ઝાપા-5માં પૂર્વ વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે દેશની ચૂંટણીમાં આરએસપી ઓલીની પાર્ટીથી ખૂબ આગળ નીકળી ગઈ છે.
કાઠમંડૂ મેટ્રોપોલિટન સિટી ઓલીનું રાજકીય ગઢ છે અને આ બેઠક પર ઓલીની સામે બાલેન શાહ (Balen Shah) ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. રસપ્રદ વાત એ છે કે, ઓલી અને શાહ બંને વડાપ્રધાન પદના ઉમેદવાર છે. શરૂઆતના મતગણતરીના તબક્કામાં શાહને 1478 મત તો ઓલીને 385 મત મળ્યા છે. આરએસપી દેશના રાજકારણમાં પરંપરાગત રાજકીય દળના દાયકા જૂના દબદબાને ખતમ કરવા ઇચ્છે છે. તાજેતરના રિપોર્ટ મુજબ આરએસપી 39 બેઠકો પર આગળ ચાલી રહી છે, ત્યારબાદ નેપાળી કોંગ્રેસ ત્રણ બેઠકો પર અને નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી (NCP) બે બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે ઓલીની પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ (યૂનિફાઈડ માર્કિસ્ટ લેનિનિસ્ટ) તમામ બેઠકો પર પાછળ ચાલી રહી છે. નેપાળમાં સંસદના નીચલા ગૃહના 165 સભ્યોને ચૂંટવા માટે 'ફર્સ્ટ-પાસ્ટ-ધ-પોસ્ટ' (FPTP) પદ્ધતિ હેઠળ મતોની ગણતરી ચાલી રહી છે. કુલ 275 સભ્યોના બનેલા આ નીચલા ગૃહમાં બાકીના 110 સભ્યોની પસંદગી પ્રમાણસર પ્રતિનિધિત્વ (પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન) સિસ્ટમ દ્વારા કરવામાં આવશે.
Related Articles
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ ઓઈલ-ડીઝલ આપવા તૈયાર
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈ...
Oct 03, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર...
Oct 03, 2026
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ પર હુમલાનો સાઉદીનો પ્લાન લીક, પાકિસ્તાને મોકલ્યા 40 હજાર સૈનિકો!
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ...
Oct 03, 2026
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યાહૂનો એક્શન ઓર્ડર
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યા...
Oct 02, 2026
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
Trending NEWS
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026