સુરતના સવજી કોરાટ બ્રિજ પરથી યુવકની તાપી નદીમાં છલાંગ, કલાકોની શોધખોળ બાદ ફાયર વિભાગને મળ્યો મૃતદેહ

January 20, 2026

સુરત : સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. મંગળવારે (20મી જાન્યુઆરી) સવારે બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી નદીમાં સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ અંતે યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર, સુરતમાં આજે સવારે એક અજાણ્યો યુવક સવજી કોરાટ બ્રિજ પર પહોંચ્યો હતો. આ યુવકે કોઈ પણ વિચાર કર્યા વગર અચાનક જ નદીના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હતું. બ્રિજ પરથી પસાર થતા લોકો આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. આઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક બોટ અને લાઈફ જેકેટ જેવા સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.