સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યા કેસમાં 10 આરોપીને આજીવન કેદની સજા
February 28, 2025
અમદાવાદ : સ્વાધ્યાય પરિવારના કરોડોના કૌભાંડ અને જયશ્રી તલવરકર(જયશ્રી દીદી)ની રીતરસમો સામે જંગે ચઢેલા NRI પંકજ ત્રિવેદી હત્યા કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. 19 વર્ષ પહેલાં 15 જૂન 2006ના રોજ અમદાવાદમાં સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની થયેલી હત્યા મામલે કોર્ટે 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
પંકજ ત્રિવેદીની હત્યા કેસમાં કોર્ટે 10 આરોપીને દોષિત ઠેરવ્યા બાદ હવે સજા ફટકારી છે. જેમાં ચંદ્રસિંહ જાડેજા, હિતેશસિંહ ચુડાસમા, દક્ષેશ શાહ, ભુપતસિંહ જાડેજા, માનસિંહ વાઢેર, ઘનશ્યામસિંહ ચુડાસમા, ભરતભાઈ તટે, ભરતસિંહ જાડેજા, ચંદ્રકાંત ડાકી અને જશુભાઈ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પંકજ ત્રિવેદીએ સ્વાધ્યાય પરિવારના જયશ્રી દીદી વિરુદ્ધ અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા હતા. ત્રિવેદીએ સ્વાધ્યાય પરિવારના જયશ્રી દીદીના ભ્રષ્ટાચારનો ખુલાસો કરવાનો દાવો કર્યો હતો. જે બાદ પંકજ ત્રિવેદીને અનેકવાર મારી નાંખવાની ધમકીઓ પણ મળી હતી. તેમ છતાં પંકજ ત્રિવેદીએ ભ્રષ્ટાચારના જુદા જુદા દાવા કર્યા અને વર્ષ 2006માં 15 જૂને એલિસબ્રિજ જિમખાના નજીક પંકજ ત્રિવેદીને બેઝ બોલના બેટના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
Related Articles
દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાએ ભક્તોનું ઘો...
Oct 27, 2026
પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર દુષ્કાળગ્રસ્ત જાહેર
પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગ...
Oct 26, 2026
અમદાવાદના એસપી રિંગ રોડ 6 લેન કરાશે, 1 જાન્યુઆરી ટોલ વસૂલાશે, 2200 કરોડના પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પડાયા
અમદાવાદના એસપી રિંગ રોડ 6 લેન કરાશે, 1 જ...
Oct 21, 2026
અમદાવાદ એરપોર્ટ પર DRIનો સપાટો, દુબઈથી ગુજરાત સુધીનું 19 કરોડનું ગોલ્ડ સ્મગલિંગ રેકેટ ઝડપાયું, ત્રણની ધરપકડ
અમદાવાદ એરપોર્ટ પર DRIનો સપાટો, દુબઈથી ગ...
Oct 21, 2026
સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર અકસ્માત, બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર
સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર...
Oct 21, 2026
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં લાખો ભક્તોનું ઘોડાપૂર, રસ્તાઓ પર ઘીની નદીઓ વહી
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ...
Oct 20, 2026
Trending NEWS
26 October, 2026
26 October, 2026
26 October, 2026
26 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026