મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનમાંથી 12 યાત્રી પટકાયા, 5 લોકોના દર્દનાક મોત

June 09, 2025

મુંબઈ : મુંબઈ થાણેમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે. થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર સીએસએમટી તરફ જતી લોકલ ટ્રેનમાંથી ઘણા મુસાફરો પાટા પર પડી ગયા હતા. અકસ્માત બાદ રેલવે અને જીઆરપીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

મળતી માહિતી મુજબ, 10 થી 12 મુસાફરો ટ્રેનમાંથી નીચે પડી ગયા છે. જેમાં 5 લોકોના મોત થયાની આશંકા છે. અકસ્માતનું કારણ ટ્રેનમાં વધુ પડતી ભીડ હોવાનું કહેવાય છે.