મ્યાંમાર સરહદેથી 168 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

September 25, 2022

આસામ રાઇફલ્સ અને મિઝોરમ પોલીસે મ્યાંમાર સરહદ પાસે આવેલા ચમ્ફાઇ જિલ્લામાંથી મેથામ્ફેટામાઇન ડ્રગ્સની ટેબ્લેટ્સનો જંગી જથ્થો ઝડપી પાડયો છે. બજારમાં આ ડ્રગ્સની કિંમત 167.86 કરોડ રૂપિયા માનવામાં આવે છે.

શુક્રવારે મેલબુક ગામે આસામ રાજ્લ્સની સર્છિપ બટાલિયન અને રાજ્ય પોલીસના જવાનોની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું જે દરમિયાન મેથામ્ફેટાઇમન ડ્રગ્સની પાંચ લાખ ટેબ્લેટ્સનો જંગી જથ્થો એક મહિલા ડ્રગ પેડલર પાસેથી મળી આવ્યો હતો.