- લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, મણિપુરમાં સૌથી વધુ યુપીમાં સૌથી ઓછું મતદાન

April 26, 2024

રાહુલની વાયનાડ સહિત કેરળની તમામ 20 બેઠકો પર આજે ચૂંટણી


વાયનાડ : દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક મહોત્સવની શરૂઆત 19 એપ્રિલે થઈ ચૂકી હતી. આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થયું. આજે બીજા તબક્કામાં 60.96 ટકા મતદાન થયું છે. બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 બેઠકો પર મતદારોએ મતદાન કર્યું. આજે કેરળની તમામ 20 બેઠકો ઉપરાંત કર્ણાટકની 14, રાજસ્થાનની 13, મહારાષ્ટ્રની 8, ઉત્તર પ્રદેશની 8, મધ્ય પ્રદેશની 6, આસામની 5, બિહારની 5, છત્તીસગઢની 3, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની 1, ત્રિપુરાની 1 અને જમ્મુ-કાશ્મીરની 1 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. બીજા તબક્કાની ચૂંટણી માટે કુલ 15.88  કરોડ મતદારો છે જેમાં 8.08 કરોડ પુરુષ અને 7.8 કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આવતીકાલની ચૂંટણીમાં 34.8  લાખ મતદારો નવા છે જે પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 20 થી 29 વર્ષના યુવા મતદારોની સંખ્યા 3.28 કરોડ છે. હિટવેવને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે બિહારની ચાર બેઠકોના અનેક મતદાન મથકોમાં મતદાનના સમયમાં વધારો કરાયો હતો. 

ભારતીય હવામાન વિભાગે, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસ માટે હિટવેવની ચેતવણી આપી છે. આજે કુલ 1202 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. જેમાં 1098 પુરુષો અને102  મહિલા ઉમેદવારો સામેલ છે. ચૂંટણી અને સુરક્ષા કર્મચારીઓને લાવવા લઇ જવા માટે ત્રણ હેલિકોપ્ટર, ચાર સ્પેશિયલ ટ્રેન અને અન્ય 80000 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.