પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્વાત નદીમાં એક જ પરિવારના 18 લોકોના ડૂબી જવાથી મોત

June 28, 2025

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્વાત નદીમાં એક જ પરિવારના 18 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. આ ઘટના શુક્રવારે બની હતી. અહીં સ્વાત નદીમાં અચાનક આવેલા પૂરમાં એક જ પરિવારના ઓછામાં ઓછા 18 લોકો ડૂબી ગયા હતા, જેમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અન્ય લોકની તપાસ શરૂ છે.  રેસ્ક્યુ-1122 ના ડિરેક્ટર જનરલ શાહ ફહાદને જણાવ્યું હતું કે "પાંચ અલગ અલગ સ્થળોએ બચાવ કામગીરી ચાલી રહી છે અને રેસ્ક્યુ 1122 ના 80 કર્મચારીઓ આ કામગીરીમાં સામેલ છે.

પ્રારંભિક માહિતી અનુસાર, પરિવાર આ વિસ્તારની મુલાકાત લેતા પ્રવાસીઓ સાથે હતા અને ભારે વરસાદને કારણે નદીના પાણીનું સ્તર વધી જતાં તે પરિવાર નદીમાં ફસાઈ ગયો હતો. સ્વાત નદી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તરીય વિસ્તારમાં વહે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય ગુમ થયેલા લોકોને શોધવા માટે હજુ પણ મોટા પાયે શોધખોળ ચાલી રહી છે.