Breaking News :
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રાહત, પાસપોર્ટ અપડેટ દરમિયાન પણ ભારત આવવા-જવા પર રોક નહીં વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ યુપીના રબૂપુરામાં કમકમાટી, ચા-મેગી ખાઈ સૂઈ ગયેલા માતા-પિતા અને 3 બાળક સહિત 5ના મોત ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી CJPના 'તિરંગા માર્ચ' પર રોક લગાવવાનો હાઈકોર્ટનો ઈનકાર: દિલ્હી પોલીસે કહ્યું- ‘...તો કડક એક્શન લઈશું’

અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્કૂલમાં ગોળીબાર, 3 બાળક અને ટીચરના મોત, હુમલાખોર પણ ઠાર

October 17, 2026

અમેરિકાના ઓરેગન રાજ્યના બેન્ડ શહેરમાં ગુરુવારે પ્રાઇમરી સ્કૂલમાં ગોળીબાર થયો. આ ઘટના સિલ્વર રેલ એલિમેન્ટરી સ્કૂલમાં સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ 1 વાગ્યે બની હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં 3 બાળક અને એક ટીચરનું મોત થઈ ગયું છે, એક બાળક અને એક શિક્ષક ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે 16 વર્ષના શંકાસ્પદ હુમલાખોરને એક સ્થાનિક વ્યક્તિએ ગોળી મારી, જેનાથી તેનું મોત થઈ ગયું.

બેન્ડ પોલીસ વિભાગે જણાવ્યું કે સૌથી પહેલા ઇમરજન્સી કોલ દ્વારા માહિતી મળી હતી કે એક અજાણ્યા શખ્સે સ્કૂલ નજીક ઊભેલી કાર પર ગોળીબાર કર્યો છે. તેના થોડા જ સમય બાદ વધુ કેટલાક કોલ્સ આવ્યા, જેમાં જણાવાયું કે એક શખ્સ સ્કૂલની અંદર ઘૂસીને ગોળીબાર કરી રહ્યો છે. પોલીસ અધિકારીઓ ગણતરીની સેકન્ડોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, ત્યાં શંકાસ્પદ હુમલાખોર ગોળી વાગવાથી મૃત હાલતમાં મળ્યો હતો. પોલીસ વડા માઇક ક્રાન્ટ્ઝે જણાવ્યું કે એક સ્થાનિક વ્યક્તિ તે સગીર હુમલાખોરની પાછળ સ્કૂલની અંદર ગયો હતો અને ગોળીબાર દરમિયાન તેની સામે બાથ ભીડી લીધી હતી, આ ઝપાઝપી દરમિયાન હુમલાખોરનું મોત થયું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે બાળકોના મોત થયા તેમની ઉંમર 5, 8 અને 11 વર્ષ બતાવાઈ રહી છે, ચોથા બાળકની ઉંમરની જાણકારી હજુ સામે નથી આવી. હુમલામાં એક શિક્ષકનું પણ મોત થયું છે, એક સાત વર્ષનો બાળક અને એક અન્ય શિક્ષક ઘાયલ થયા છે, બંનેને હોસ્પિટલમાં લઈ જવાયા છે. ગોળીબાર બાદ સ્કૂલને લોકડાઉન કરી દેવાઈ હતી, અધિકારીઓએ નજીકના ચર્ચમાં વિદ્યાર્થીઓ અને પરિવારોને એકત્ર કરવા કેન્દ્ર બનાવ્યું હતું, બાદમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફને લઈને બસો ત્યાં પહોંચી હતી. સ્કૂલ ડિસ્ટ્રિક્ટે જાહેરાત કરી કે શુક્રવારે બેન્ડ-લા પાઈન સ્કૂલ્સ હેઠળની તમામ સ્કૂલો બંધ રહેશે.

અમેરિકી ફેડરલ તપાસ એજન્સી FBIએ જણાવ્યું કે તે સ્થાનિક અધિકારીઓની તપાસમાં મદદ કરી રહી છે. FBI ડાયરેક્ટર કાશ પટેલે જણાવ્યું કે એજન્સીના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને તપાસ માટે જરૂરી સંસાધનો પૂરા પાડવામાં આવશે. ઓરેગોનના ગવર્નર ટીના કોટેકે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું, સ્કૂલ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડેન્ટ સ્ટીવન કૂકે પણ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી.