Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

3 વર્ષના માસૂમને માથા-ચહેરા પર ગોળીઓ મારી...' મણિપુરથી રૂંવાડા ઊભા કરી દેતા અહેવાલ

November 25, 2024

મણિપુરથી રૂંવાડા ઊભા કરી દેતા અહેવાલ સામે આવી રહ્યા છે. મણિપુરના જીરીબામમાં અપહરણ કરેલા પરિવારના સભ્યો સાથે કુકી આતંકવાદીઓએ હેવાનિયતની હદ વટાવી દીધી છે. તેનો સંપૂર્ણ અહેવાલ પોસ્ટમોર્ટમ બાદ સામે આવ્યો છે. આતંકવાદીઓએ ત્રણ વર્ષના બાળકને પણ નહોતો છોડ્યો. અહેવાલ પ્રમાણે બાળકને પણ એવું મોત આપવામાં આવ્યું હતું જેવું માણસ તેના દુશ્મનોને પણ નથી આપતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે ત્રણ વર્ષના માસૂમ બાળકને માથા અને ચહેરા પર ગોળી મારી હતી. આ ઉપરાંત તેના માથામાં લોખંડના સળિયા વડે પણ પ્રહાર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ આસામ બોર્ડર પર બરાક નદીના કિનારે છ મૃતદેહો મળી આવ્યા હતા. આમાંથી ત્રણ પહેલા મળી આવ્યા હતા તેથી તેમનો ઓટોપ્સી રિપોર્ટ આવી ગયો છે. ત્રણ વર્ષના બાળકની સાથે તેની માતા અને દાદીના મૃતદેહ મળી આવ્યા હતા. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, માતા અને દાદીના શરીર પર પણ ગોળી અને ઈજાના નિશાન હતા. વિસરા રિપોર્ટની કેમિકલ એનાલિસિસ રિપોર્ટ હજુ સુધી નથી આવ્યો. આવી સ્થિતિમાં મોતનું કારણ જાણી શકાયું નથી. બાળકની માતાને છાતી અને પીઠમાં ગોળી વાગી હતી. બીજી તરફ દાદીની છાતી, ખોપડી, પેટ અને હાથ પર ગોળીના નિશાન મળી આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે બાળકની માતાની હત્યા બે દિવસ પહેલા જ કરી દેવામાં આવી હતી. બાળકની આઠ વર્ષની બહેન, 8 મહિનાના નવજાત બાળક અને માસીના ઓટોપ્સી રિપોર્ટ હજુ નથી આવ્યા. આ મૃતદેહો જીરીબામ જિલ્લામાં બરાક નદીના કિનારેથી મળી આવ્યા હતા. ત્યારબાદ 17 નવેમ્બરના રોજ આ મૃતદેહોને SMCH શબઘરમાં લઈ જવામાં આવ્યા હતા. નવજાત શિશુએ ટી-શર્ટ અને બનિયાન પહેરેલા હતા. તેની જમણી આંખ પણ ગાયબ હતી. નવજાત શિશુના શરીર પર પણ ગોળીઓના નિશાન હતા. મેડિકલ એક્સપર્ટનું કહેવું છે કે, બાળકના જમણા હાથ પર ગોળીના નિશાન અને ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આ ઉપરાંત લીવર, કીડની અને અન્ય અંગો સડવાના શરૂ થઈ ગયા હતા.