અરવલ્લીનો 31% હિસ્સો જોખમમાં, ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે : કેન્દ્રના દાવાને નકારતી સ્ટડી
January 04, 2026
100 મીટરની વ્યાખ્યામાં અનેક પહાડીઓ આવી જશે - રાજસ્થાનમાં રણ પ્રદેશમાં વધારો થશે, જયપુર, દિલ્હી, ગુરુગ્રામ સહિતના વિસ્તારોમાં પાણીની અછત સર્જાશે
જયપુર : કેન્દ્ર સરકારનો દાવો છે કે અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા એટલે કે 100 મીટરની લિમિટને કારણે માત્ર 0.19 ટકા હિસ્સો જ ખનન માટે લાયક છે. જોકે કેન્દ્રના આ દાવાને ફગાવતી એક સ્ટડી સામે આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અરવલ્લીનો ત્રીજો હિસ્સો એટલે કે લગભગ 33 ટકા ભાગ અત્યંત જોખમભરી સ્થિતિમાં છે.
સેટેલાઇટના ડેટાના ઉપયોગથી તૈયાર કરાયેલા આ સ્વતંત્ર સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે અરવલ્લીનો 31.8 ટકા હિસ્સો એવો છે કે જે 100 મીટરની કેન્દ્રની વ્યાખ્યા હેઠળ આવે છે. એનો અર્થ એમ થયો કે 31 ટકા હિસ્સો ખનન માટે પસંદ કરવામાં આવી શકે છે જેને કારણે અરવલ્લી પર મોટું જોખમ છે. ક્લાઇમેટ વૈજ્ઞાાનિક અને પર્યાવરણ એક્ટિવિસ્ટ ડો. સુધાંશુએ કહ્યું હતું કે પોલિસી ગેપને ગંભીર રીતે ઉજાગર કરે તેવું આ સંશોધન છે. નીચી પહાડીઓ છે તેને વેસ્ટ લેન્ડ તરીકે ખોટી રીતે દર્શાવવામાં આવી રહી છે.
ખરેખર તો આ નાની પહાડીઓ જ ભુગર્ભ જળ સંગ્રહ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હરિયાણા, રાજસ્થાન, દિલ્હીના લાખો લોકો પર પર્યાવરણ અને જળનું જોખમ વધી શકે છે. જો અરવલ્લી વિસ્તારમાં ખોદકામની છૂટ આપવામાં આવી અને ખનન થવા લાગ્યું તો રાજસ્થાનનું રણ છે તે વધવા લાગશે. થાર પ્રાંતનું પ્રમાણ વધશે.
Related Articles
દિલ્હીમાં પોતાને ભાજપ-RSSના નેતા ગણાવતા દબંગોએ પિતા-પુત્રને જાહેરમાં નગ્ન કરી માર્યા
દિલ્હીમાં પોતાને ભાજપ-RSSના નેતા ગણાવતા...
Jan 05, 2026
મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC/ST/OBCનો હક : સુપ્રીમ કોર્ટ
મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરી...
Jan 05, 2026
સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ, PM મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર
સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ,...
Jan 05, 2026
2020ના દિલ્હી રમખાણ મામલે 'સુપ્રીમ' ચુકાદો, ખાલિદ ઉમર-શરજીલ ઈમામના જામીન ફગાવાયા
2020ના દિલ્હી રમખાણ મામલે 'સુપ્રીમ' ચુકા...
Jan 05, 2026
એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા! સોનું-ચાંદી બાદ હવે એલ્યુમિનિયમ-તાંબામાં તેજી
એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા...
Jan 03, 2026
સરકારની Xને નોટિસ: AI દ્વારા તૈયાર અશ્લીલ કન્ટેન્ટ હટાવવા આદેશ
સરકારની Xને નોટિસ: AI દ્વારા તૈયાર અશ્લી...
Jan 02, 2026
Trending NEWS
04 January, 2026
04 January, 2026
04 January, 2026
04 January, 2026
04 January, 2026
04 January, 2026
04 January, 2026
04 January, 2026
03 January, 2026
02 January, 2026