અમદાવાદ-કચ્છ હાઈવે પર 4નાં મોત:ધ્રાંગધ્રા બાયપાસ પાસે કાર પલટી મારી ડિવાઈડર કુદાવી સામેથી આવતી આઈસર સાથે અથડાઈ

December 07, 2023

સુરેન્દ્રનગર  : અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર ધ્રાંગધ્રા બાયપાસ પાસે આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સ્વિફટ કારમાં સવાર 4નાં મોત નીપજ્યાં હતાં અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં સ્વિફટ કાર ડ્રાઇવ કરનારે સ્ટીયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ડિવાઈડરની બીજી સાઈડ ઉપર જઈ આઈસર સાથે અથડાઈ હતી.