ગુજરાતમાં 47 PI અને 127 PSIની બદલીઓના આદેશ, તાત્કાલિક હાજર થવા સૂચના

May 30, 2023

ગાંધીનગરઃ ગુજરાતમાં પોલીસ વિભાગમાં ફરીવાર બદલીના આદેશ છુટ્યા છે. આજે રાજ્યમાં બિન હથિયારધારી 47 પીઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યાં છે. તે ઉપરાંત 127 પીએસઆઈની પણ બદલીના આદેશ રાજ્યના પોલીસ વડા દ્વારા અપાયા છે. 

રાજ્યના પોલીસ વડાના આદેશથી 47 હથિયારધારી પીઆઈ અને 127 પીએસઆઈની બદલી કરવામાં આવી છે. એકાએક બદલીના આદેશથી પોલીસ બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘણા પોલીસ ઈન્સપેક્ટરોને અચાનક બદલીના આદેશથી ઝટકો લાગ્યો છે. 

ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ શહેરમાં ફરજ બજાવતા ઇન્સપેકટર ઉપરાંત અધિક પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી. ક્રાઇમ/ઇન્ટેલિજન્સ/કાયદો અને વ્યવસ્થા તથા મુખ્ય પોલીસ અધિકારી અને નિયામક, લાંચ રુશ્વત વિરોધી બ્યુરો, અધિક પોલીસ મહાનિદેશક એ.ટી.એસ.ના પોલીસકર્મીઓની બદલી માટેની નોટિસ તમામ પોલીસ સ્ટેશનમાં રજૂ કરી દેવામાં આવી છે.


 છેલ્લા કેટલાક સમયથી પોલીસ બેડમાં મોટી સંખ્યામાં બદલી થવાની માત્ર વાતો થઈ રહી હતી. ત્યારે આજે રાજ્યના DGPએ અલગ અલગ જિલ્લાના 47 પોલીસ ઇન્સ્પેક્ટરો અને 127 PSI ની સામુહિક બદલી કરી છે.તમામ PSIને બદલીની જગ્યાએ તાત્કાલિક હાજર થવા સુચન કરવામાં આવ્યું છે.