હરિયાણામાં 7 મહિનામાં 55 હાર્ટના ઓપરેશન કરી દીધા, તપાસમાં ડોક્ટર નકલી હોવાનું નીકળ્યું

June 07, 2025

ફરીદાબાદનો આ કિસ્સો છે. બીકે સિવિલ હોસ્પિટલમાં 2018માં પીપીપી મોડ પર હાર્ટ સેન્ટર શરૂ થયુ હતું. જેનું સંચાલન એક ખાનગી કંપની કરી રહી હતી. આરોપ છે કે આ કંપની ડોક્ટર્સનું વેરિફિકેશન કર્યા વિના જ નોકરી પર રાખી લેતા હતા. અને તેઓ દ્વારા જ હાર્ટના પેશન્ટની સારવાર કરાતી હતી. આ વચ્ચે જુલાઇ 2024માં આ કંપનીએ ડૉ. પંકજ મોહન નામના એક વ્યક્તિની કાર્ડિઓલોજિસ્ટના પદ પર નિયુક્તિ કરી હતી, જેની ગણતરી ફરિદાબાદમાં મોટા ડોક્ટરોમાં થાય છે.

આ ડોક્ટર 7 મહિના સુધી સરકારી હોસ્પિટલમાં દરરોજ આવતો. હાર્ટના પેશન્ટની સારવાર કરતો. તેણે 7 મહિનામાં તો 55 લોકોની હાર્ટ સર્જરી કરી દીધી. એક દિવસ એવુ થયુ કે ડોક્ટર હોસ્પિટલ ન આવ્યા. એક પેશન્ટ બતાવવા માટે હોસ્પિટલ પહોંચ્યો. પરંતુ ડોક્ટર તો હતા નહી. આથી આ પેશન્ટ ડૉ. પંકજ મોહનના પ્રાઇવેટ ક્લિનિક પર પહોંચી ગયો. દર્દીએ ત્યાં જઇને જોયુ તો, તે હોસ્પિટલમાં જે પંકજ મોહનને મળતા હતા તે અને ક્લિનિકમાં જેને મળ્યો તે બંને પંકજ મોહન અલગ અલગ છે. વળી પોતાના ક્લિનિક પર બેઠેલા ખુદ ડો. પંકજ મોહન સરકારી ચિઠ્ઠી પર પોતાનું નામ જોઇને હેરાઇ થઇ ગયો હતો.

આ મામલે ડૉ. પંકજ મોહને ઇન્ડિન મેડિકલ એસોસિએશનમાં પોતાના નામના દુરુપયોગની ફરિયાદ દાખલ કરી છે. જે બાદ ફરીદાબાદના એક વકીલે પણ પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગમાં ફરિયાદ કરી છે. આ ઉપરાંત પણ બે મહિના સુધી કાર્યવાહી થઇ નહી. આખરે વકીલે ગૃહમંત્રાલય અને સીએમ વિન્ડોમાં ફરિયાદ કરી છે. આ ઘટનાને લઇને હડકંપ મચી ગયો છે. તાબડતોબ આ કેસની તપાસ માટે આદેશ આપી દેવાયા છે.હાલ એસીબી આ મામલે તપાસ કરી રહી છે.