અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતની ધરતી ધ્રુજી
June 27, 2026
દિલ્હી- અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં શનિવારે સાંજે 6 વાગ્યાને 4 મિનિટે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૂર્વોત્તર અફઘાનિસ્તાનમાં કાલાફગાનથી આશરે 81 કિલોમીટર દૂર, 36.442° ઉત્તરી અક્ષાંશ અને 70.672° પૂર્વી રેખાંશ પર અને ધરતીની સપાટીથી 215 કિલોમીટરની ઊંડાઈમાં હતું. ભૂકંપનું કેન્દ્ર ધરતીની સપાટીથી અત્યંત ઊંડાઈએ હોવાના કારણે તેના આંચકા પાકિસ્તાન, ભારતના ઉત્તરી ભાગ, ચીન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને તુર્કમેનિસ્તાન સહિત અનેક દેશોમાં અનુભવાયા હતા.
દિલ્હી-એનસીઆરમાં પણ કેટલીક સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઘટનામાં હાલમાં કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનની કોઈ માહિતી મળી નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ધરતીની સપાટીથી વધુ ઊંડાઈએ આવતા ભૂકંપના આંચકા વ્યાપક વિસ્તારમાં અનુભવાય છે, પરંતુ સપાટી પર નુકસાન અપેક્ષાકૃત ઓછું થવાની સંભાવના રહે છે. અફઘાનિસ્તાનનો હિન્દુકુશ વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. અહીં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોની ટક્કરને કારણે અવારનવાર જોરદાર ભૂકંપ આવતા રહે છે.
જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા અને લોકો ગભરાઈને ઘરો તથા ઓફિસોમાંથી બહાર રસ્તાઓ અને ખુલ્લી જગ્યાઓ તરફ ભાગ્યા. જમ્મુ-કાશ્મીર પણ ભૂકંપની દ્રષ્ટિએ ઘણું સંવેદનશીલ છે અને અહીં સમયાંતરે હળવાથી મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. ભૂકંપના જાણકાર વૈજ્ઞાનિકો 6.2ની તીવ્રતાના ભૂકંપને એક શક્તિશાળી ભૂકંપીય ઘટના માને છે, જે ગંભીર નુકસાન પહોંચાડવા માટે સક્ષમ હોય છે. જો કે તેની અસર ભૂકંપની ઊંડાઈ અને સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધાર રાખે છે.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026