પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
September 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં જાહેર આરોગ્ય ઇજનેરી મંત્રી ફઝલ શકુર ખાનનું ધોળા દિવસે અજાણ્યા નકાબધારી હથિયારબંધ શખ્સોએ અપહરણ કર્યું હતું. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ મચ્યો છે. નકાબધારીઓ એકે-47 સહિતનાં હથિયારો સાથે રસ્તા પર મંત્રીની કાર રોકતા કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ હુમલાખોરોએ પહેલાં મંત્રીની કારના ટાયરો પર ગોળીબાર કરીને વાહન રોક્યું હતું. ત્યારબાદ બંદૂકની અણીએ ફઝલ શકુર ખાનને કારમાંથી ઉતારી અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં નકાબધારીઓ રસ્તો રોકતા જોવા મળે છે. જોકે, અપહરણ પાછળ કયા સંગઠન કે જૂથનો હાથ છે અને તેની માંગ શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી.
આ ઘટનાની સાથે પીટીઆઈના નેતા તથા પ્રાંતીય ધારાસભ્ય શકીલ અહેમદને પણ મલાકંદમાં અપહરણ કરવાનો પ્રયાસ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાથી પક્ષના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો હતો. વિરોધમાં પીટીઆઈ કાર્યકર્તાઓએ મલાકંદના બટ ખૈલા બાયપાસ પર ચક્કાજામ કરી ટાયરો સળગાવ્યા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
ખૈબર પખ્તૂનખ્વાંના માહિતી મંત્રી શફી જાનેએ ઘટનાને બંધારણ, કાયદો અને જનતાના જનાદેશ પર સીધો હુમલો ગણાવ્યો છે. પીટીઆઈના વરિષ્ઠ નેતાઓએ જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે સ્થિતિ નહીં અટકે તો સમગ્ર પ્રાંતમાં વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
Related Articles
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ...
Sep 20, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
21 September, 2026
21 September, 2026