મોરબીમાં 9 વર્ષની બાળકી ઝેરી દવા ગટગટાવી જતાં મોત, પરિવારના માથે આભ ફાટ્યું
January 28, 2025
મોરબી : ક્યારેક એક નાનકડી ભૂલ મોટી મુસીબતમાં મુકી છે, ક્યારેક ક્યારે જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. આવો જ એક કિસ્સો મોરબીથી સામે આવ્યો છે. જેમાં જીરામાં છાંટવાની દવાવાળા ગ્લાસમાં બાળકીએ પાણી પી લેતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ 9 વર્ષની બાળકીનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના વાઘપર અને સોખડા ગામમાં પરિવાર સાથે રહેતા સવાભાઇ પરમાર વાડીમાં મજૂરી કામ કરે છે. ત્યારે તેમની નવ વર્ષની દીકરી સેજલે જીરામાં છાંટવાની ઝેરી દવાવાળા ગ્લાસમાં ભૂલથી પાણી પી લેતાં તેની તબિયત લથડી હતી. જેથી સવાભાઇ તેણે સરકારી હોસ્પિટલ લઇને દોડ્યા હતા. જ્યાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન ટૂંકી સારવાર બાદ 9 વર્ષીય બાળીકનું મોત નીપજ્યું હતું.
ત્યારબાદ હોસ્પિટલ દ્વારા મોરબી પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને બનાવની નોંધ કરી વધુ તજવીજ હાથ ધરી હતી. જોકે બાળકી ગુમાવતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Related Articles
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર...
Jul 06, 2026
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવે બંધ, 5 ડેમ હાઈએલર્ટ પર
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવ...
Jul 05, 2026
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના સાગરીત પર હરિ સિન્ધી સહિત ત્રણનો હુમલો
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના...
Jul 05, 2026
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર, સાત ચોગાવાળી પાઘડી આકર્ષણનું કેન્દ્ર બનશે
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર...
Jul 05, 2026
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં એલર્ટ
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની...
Jul 04, 2026
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં 6.10 ઈંચ ખાબકતાં જળબંબાકાર
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં...
Jul 03, 2026
Trending NEWS
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
04 July, 2026
04 July, 2026
03 July, 2026
03 July, 2026