કડી, વિસાવદર સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત
May 25, 2025
કડી : ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી શકે છે. કારણ કે, ચૂંટણી પંચ દ્વારા રાજ્યની બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. બંને બેઠકો પર 19 જૂન, 2025ના દિવસે મતદાન કરવામાં આવશે. 23 જૂને મતગણતરી થશે. આ સિવાય અન્ય 4 રાજ્યોમાં પણ પેટાચૂંટણીના જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની બે સહિત કુલ 5 વિધાનસભા બેઠક પર 19 જૂનથી પેટાચૂંટણી યોજાશે. ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત સોમવાર (26 મે)થી શરૂ થશે.
જે બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, તેમાં ગુજરાતની બે બેઠક કડી અને વિસાવદર સામેલ છે. આ સિવાય કેરળની નિલંબુર વિધાનસભા બેઠક, પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક અને પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
ચૂંટણીપંચે જણાવ્યું કે, 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે, આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે, જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.
ગુજરાતની વાત કરીએ તો, કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યે રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી.
લુધિયાણા પશ્ચિમ બેઠક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીના નિધનના કારણે ખાલી થઈ હતી. ગુરપ્રીત ગોગીનું મોત જાન્યુઆરી 2025માં ઘરે જ લાઇસન્સવાળી બંદૂકથી ભૂલથી ગોળી વાગવાના કારણે થયું હતું. તેમજ કેરળની નિલાંબુર બેઠક પર પીવી અનવરે રાજીનામું આપી દીધું હોવાના કારણે બેઠક ખાલી થઈ હતી. આ સિવાય પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા બેઠક TMC (તૃણમુલ કોંગ્રેસ પાર્ટી) ધારાસભ્ય નસીરૂદ્દીન અહેમદના નિધન બાદ ખાલી થઈ હતી.
Related Articles
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જાતીય શોષણનો આરોપ મૂકતાં ખળભળાટ
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જા...
Sep 06, 2026
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય કુમારનું હાર્ટ એટેકથી નિધન
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય...
Sep 06, 2026
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, નોટિફિકેશન જાહેર
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, ન...
Sep 06, 2026
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધા બાદ 9 લોકોના મોત
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધ...
Sep 06, 2026
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ આઝાદના ઘરે પથ્થરમારો
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ...
Sep 06, 2026
મણિપુરમાં સરકાર પર સંકટના વાદળો, બે નાયબ મુખ્યમંત્રી વચ્ચે વધ્યું ટેન્શન! ભાજપ માટે ચિંતાનો વિષય
મણિપુરમાં સરકાર પર સંકટના વાદળો, બે નાયબ...
Sep 06, 2026
Trending NEWS
05 September, 2026
05 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
03 September, 2026