કર્ણાટકમાં નદીમાં ડૂબતી બાળકીનો જીવ બચી ગયો, પણ તેને બચાવવા કૂદેલા 5 યુવકોના મોત
June 01, 2026
મળતી માહિતી અનુસાર, શનિવારે સાંજે તુંગભદ્રા નદીના કિનારે લોકોની અવરજવર હતી. આ દરમિયાન એક સગીર વયની બાળકી નદીના કિનારે પોતાના પગ ધોઈ રહી હતી. અચાનક તેનું સંતુલન બગડતાં તે લપસીને નદીના ઊંડા પાણીમાં પડી ગઈ હતી અને જોતજોતામાં નદીના તેજ પ્રવાહમાં વહેવા લાગી હતી. બાળકીને ડૂબતી જોઈને કિનારે હાજર લોકોમાં ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી. બાળકીનો જીવ જોખમમાં જોઈને ત્યાં હાજર લોકો પાસે વિચારવાનો બિલકુલ સમય નહોતો. તેને બચાવવા માટે પહેલા એક વ્યક્તિએ નદીમાં છલાંગ લગાવી હતી. ત્યારબાદ તેને સહકાર આપવા અને બાળકીને ખેંચવા માટે બીજો, ત્રીજો એમ જોતજોતામાં કુલ પાંચ લોકો નદીના ધસમસતા પ્રવાહમાં કૂદી પડ્યા હતા. આ લોકોની ભારે જહેમત બાદ બાળકીને તો સહીસલામત નદીમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી, પરંતુ નદીનો તેજ પ્રવાહ આ પાંચેય લોકો પર ભારે પડી ગયો હતો. નદીના ઊંડાણ અને જોરદાર કરંટમાં ફસાઈ જવાને કારણે પાંચેય જણા પાણીમાં લાપતા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાઈ જતાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં નદી કિનારે ઉમટી પડ્યા હતા અને પીડિત પરિવારોમાં ભારે ચીસાચીસ અને રૂદન મચી ગયું હતું. સ્થાનિક પોલીસે જણાવ્યું કે મૃતક યુવકો નજીકના ગામના જ રહેવાસી હતા. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક અસરથી એસડીઆરએફ (SDRF) ની ટીમોને બોલાવીને નદીમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
23 June, 2026