અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
June 24, 2026
ઉત્તર પ્રદેશના લખનઉ સ્થિત અલીગંજ વિસ્તારમાં 22 જૂનના રોજ એક એનિમેશન કોચિંગ સેન્ટરમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા હતા, જેને લઈને હવે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ગેરકાયદે બિલ્ડિંગના માલિક વિરેન્દ્ર શુક્લા સહિત ચાર આરોપીઓને પકડીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. બીજી તરફ લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નિયમોનો ભંગ કરીને બનાવેલી આ ઇમારતને તોડી પાડવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસે બિલ્ડિંગના મુખ્ય માલિક વિરેન્દ્ર શુક્લાની ધરપકડ કરીને તેને મંગળવારે મોડી રાત્રે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. ધરપકડ અને જેલથી બચવા માટે આરોપીએ છાતીમાં દુખાવો અને હૃદયની બીમારીનું બહાનું બનાવ્યું હતું. જોકે, ડોક્ટરોની કડક તપાસમાં તે સંપૂર્ણપણે ફિટ સાબિત થતાં કોર્ટે તેને 14 દિવસની કસ્ટડીમાં જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો. વિરેન્દ્ર શુક્લા ઉપરાંત એનિમેશન અને ગેમિંગ ઝોન ચલાવતા તુશાંક કૃષ્ણ જયસ્વાલ, પેટ ક્લિનિક સંચાલક રામકૃષ્ણ ઉપાધ્યાય અને ઇમારતમાં નેટવર્કિંગનું કામ કરતા સુરેશ કુમારની પણ ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
તપાસમાં મોટો ખુલાસો થયો છે કે આ 4 માળની બિલ્ડિંગને માત્ર રહેણાંક ઉપયોગ માટે જ મંજૂરી મળી હતી, છતાં ત્યાં નિયમો વિરુદ્ધ જઈને કોચિંગ સેન્ટર, એનિમેશન સ્ટુડિયો, લાઇબ્રેરી અને પેટ ક્લિનિક જેવી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ચાલતી હતી. ઇમારતમાં કટોકટીના સમયે બહાર નીકળવા માટે કોઈ ઈમરજન્સી દરવાજો ન હતો. આખી બિલ્ડિંગમાં આવવા-જવા માટે માત્ર એક જ સાંકડો રસ્તો હતો અને આગ લાગે ત્યારે ધુમાડો બહાર નીકળી શકે તેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોના ગૂંગળામણથી મોત થયા હોવાની આશંકા છે. આ ગંભીર ખામીઓ અને ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ બદલ ઓથોરિટીની ટીમે બિલ્ડિંગ માલિકો વિરેન્દ્ર શુક્લા અને સુરેન્દ્ર શુક્લાને નોટિસ ફટકારીને કડક કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
મધ્ય પૂર્વમાં યુદ્ધ ભડકવાની શક્યતાને પગલે ટ્રમ્પે ઇઝરાયલને સીરિયા અને લેબેનોનમાંથી સેના હટાવવા આપી સલાહ
મધ્ય પૂર્વમાં યુદ્ધ ભડકવાની શક્યતાને પગલ...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026