અમેરિકાના જ્યોર્જિયામાં ભારતીય મૂળના આધેડે પત્ની સહિત 4 સંબંધીઓની ગોળી મારી હત્યા કરી
January 24, 2026
અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના લોરેન્સવિલેમાં શુક્રવારે વહેલી સવારે એક કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં ગોળીબારની ઘટના બની હતી, જેમાં 4 ભારતીય મૂળના લોકોના મોત નિપજ્યા છે. જેમાં એક તો હુમલાખોરની પત્ની જ હોવાનું બહાર આવ્યું છે.
ગ્વિનેટ કાઉન્ટી પોલીસે જણાવ્યું કે, આ ઘટના દરમિયાન ઘરમાં હાજર 7, 10 અને 12 વર્ષની વયના ત્રણ બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે કબાટમાં છુપાવું પડ્યું હતું. તેમાંથી 12 વર્ષના બાળકે હિંમત કરીને 911(ઇમરજન્સી સેવા) પર કૉલ કરીને પોલીસને જાણ કરી હતી, જેના કારણે પોલીસ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી શકી હતી. સદનસીબે ત્રણેય બાળકો સુરક્ષિત છે અને હાલ તેમને પરિવારના અન્ય સભ્યની સંભાળમાં રાખવામાં આવ્યા છે.
પોલીસે આ હત્યાકાંડના આરોપી તરીકે 51 વર્ષીય વિજય કુમારની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે વિજય કુમાર અને તેની પત્ની મીનુ ડોગરા(43 વર્ષ) વચ્ચે એટલાન્ટામાં દલીલ થઈ હતી, ત્યારબાદ તેઓ તેમના 12 વર્ષના બાળક સાથે લોરેન્સવિલેમાં સંબંધીઓના ઘરે પહોંચ્યા હતા. ત્યાં ઝઘડો વધતા વિજય કુમારે તેની પત્ની અને ત્રણ સંબંધીઓ- ગૌરવ કુમાર(33 વર્ષ), નિધિ ચંદર(37 વર્ષ) અને હરીશ ચંદર(38 વર્ષ)ની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ કે-9 (પોલીસ શ્વાન)ની મદદથી તેને નજીકની ઝાડીઓમાંથી પકડી લેવામાં આવ્યો હતો. આરોપી સામે હત્યા અને બાળકો પ્રત્યે ક્રૂરતાના ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
Related Articles
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર ઓલ ટાઈમ હાઈ : 5000 ડૉલરને પાર, ચાંદીમાં પણ તેજી યથાવત
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર ઓલ...
Jan 26, 2026
કર્તવ્ય પથ પર પરેડમાં ભારતીય સૈન્યનું શક્તિ પ્રદર્શન, ઓપરેશન સિંદૂરના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું
કર્તવ્ય પથ પર પરેડમાં ભારતીય સૈન્યનું શક...
Jan 26, 2026
77માં ગણતંત્ર દિવસ નિમિત્તે પીએમ મોદીએ શહીદ વીર જવાનોને આપી શ્રદ્ધાંજલિ
77માં ગણતંત્ર દિવસ નિમિત્તે પીએમ મોદીએ શ...
Jan 26, 2026
સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી કરી દેવાય? સુપ્રીમ કોર્ટના જજની આકરી ટિપ્પણી
સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી કરી દેવ...
Jan 25, 2026
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને જીવતો સળગાવી દેવાયો
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને જીવતો સળગા...
Jan 25, 2026
Trending NEWS
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
24 January, 2026