ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની પાર્ટી સાથે આવે તેવા સંકેત
June 07, 2025

મહારાષ્ટ્ર રાજનીતિ હાલ ચર્ચામાં છે. એક વખત ફરીથી જુના જોગીઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની પાર્ટી સાથે આવે તેવા સમાચાર વહેતા થયા છે. આ તમામ વચ્ચે શરદ પવારની પુત્રી અને NCP (SP) સાંસદ સુપ્રિયા સુલેની પ્રતિક્રિયા સામે આવી છે. સુલેએ કહ્યુ કે લોકતંત્રમાં તમામને અધિકાર છે કે તેણે કોની સાથે જવુ જોઇએ કોની સાતે નહી. જેટલા પાર્ટનર મળશે મહાવિકાસ અઘાડી માટે એટલુ જ સારૂ થશે. એક સાથે મળીને મહારાષ્ટ્ર માટે કામ કરશે અને આ રીતે પાર્ટીની તાકાત વધશે. સારી વાત છેને કે બે ભાઇઓ એક સાથે આવશે. અમને રાજ ઠાકરે આવે તેનાથી કોઇ પરેશાની નથી.
આ પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એ કહ્યુ હતુ કે મહારાષ્ટ્રના લોકોના દિલમાં જે છે તે જ થશે, આપણા શિવસૈનિકોના દિલમાં કોઇ ભ્રમ નથી. મનસેના કાર્યકર્તાઓના મનમાં પણ કોઇ ભ્રમ નથી. ઉદ્ધવના કાકાના દિકરા ભાઇ રાજ ઠાકરે પાર્ટી વચ્ચે ગઠબંધનની શક્યતા સેવાઇ રહી છે. ઠાકરે ભાઇઓ દ્વારા હાલમાં આપેલા નિવેદન બાદ નગર નિગમ ચૂંટણી પહેલા બંને વચ્ચે ગઠબંધનની શક્યતાની અટકળોએ જોર પકડ્યુ છે.
ઉદ્ધવે કહ્યુ કે એક બીજાના સંપર્કમાં છીએ. અમે સંદેશ નહી મોકલીએ, અમે સીધા સમાચાર આપીશુ. ઉદ્ધવે આ વાત ત્યારે કહી જ્યારે શિંદે સેના સ્થાનીય નેતા યૂબીટી સેના જોઇન કરી હતી. જો કે ઉદ્ધવે આ પ્રશ્નનો જવાબ ટાળી દીધો હતો. તેમને પુછવામા આવ્યુ હતુ કે શું પાર્ટી અને મનસે વચ્ચે ગઠબંધનની શક્યતા છે? રાજ ઠાકરેએ શિવસેના છોડી પછી 2006મા નવી પાર્ટી મનસેનું ગઠન કર્યુ હતુ.
Related Articles
તિહાર જેલથી ખૂંખાર સીરિયલ કિલર ફરાર, જેલ વહીવટીતંત્રમાં દોડધામ મચી
તિહાર જેલથી ખૂંખાર સીરિયલ કિલર ફરાર, જેલ...
Jul 06, 2025
'દલાઈ લામા જે નિર્ણય લેશે તેનું પાલન કરીશું', ઉત્તરાધિકારી મામલે ભારતનો ચીનને કડક સંદેશ
'દલાઈ લામા જે નિર્ણય લેશે તેનું પાલન કરી...
Jul 06, 2025
બિહારમાં જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની 6 સેકન્ડમાં હત્યા
બિહારમાં જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની...
Jul 05, 2025
'મારી વાત લખી લો, ટ્રમ્પની ટેરિફની ડેડલાઈન સામે..' રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તાક્યું નિશાન
'મારી વાત લખી લો, ટ્રમ્પની ટેરિફની ડેડલા...
Jul 05, 2025
'જેને ફટકાર્યો તેના માથે લખ્યું હતું કે એ ગુજરાતી છે, નાટકો કર્યા તો કાનની નીચે મારીશું જ', રાજ ઠાકરેની ખુલ્લી ધમકી
'જેને ફટકાર્યો તેના માથે લખ્યું હતું કે...
Jul 05, 2025
ઝારખંડના રામગઢમાં મોટી દુર્ઘટના, કોલસાની ખાણ ધસી પડતાં 3 શ્રમિકોના મોત, 5 ફસાયા
ઝારખંડના રામગઢમાં મોટી દુર્ઘટના, કોલસાની...
Jul 05, 2025
Trending NEWS

06 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025