એક મંદિર, એક કૂવો, એક સ્મશાન: મોહન ભાગવતની જાતિગત મતભેદો સમાપ્ત કરવા અપીલ
April 21, 2025
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે હિન્દુ ધર્મમાં જાતિના ભેદભાવનો અંત લાવવા માટે 'એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન'નો મંત્ર આપ્યો છે. મોહન ભાગવતે આદર્શો અપનાવીને સામાજિક સમરસતા માટે પ્રયાસો કરવા હાકલ કરી છે. મોહન ભાગવત પાંચ દિવસની અલીગઢ મુલાકાતે છે.જ્યાં તેમણે હિન્દુ સમાજમાં જાતિગત ભેદભાવનો અંત લાવવાની ભારપૂર્વક અપીલ કરી છે. અલીગઢની મુલાકાતે આવેલા મોહન ભાગવતે બે મુખ્ય શાખાઓ, એચબી ઇન્ટર કોલેજ અને પંચન નગરી પાર્ક ખાતે સ્વયંસેવકોને સંબોધિત કર્યા હતા.
અલીગઢમાં સ્વયંસેવકોને સંબોધિત કરતા મોહન ભાગવતે કહ્યું કે, 'આપણે બધા વર્ગોને સમાન સન્માન આપવું પડશે. આ આપણો ધર્મ છે, આ આપણી સંસ્કૃતિ છે.'
મોહન ભાગવતે કહ્યું કે, 'સ્વયંસેવકોને સામાજિક સૌહાર્દ વધારવા માટે ધાર્મિક વિધિઓ, પરંપરાઓ અને સાંસ્કૃતિક મૂલ્યો પર ભાર મૂકવો જોઈએ. તેમજ આપણા તહેવારો માત્ર ઉજવણી નથી, પરંતુ તે સામાજિક એકતાના પ્રસંગો પણ છે. આથી તમામ વર્ગના લોકોને સાથે મળીને તહેવાર ઉજવવા જોઈએ. દુનિયા શાંતિ અને સમૃદ્ધિ માટે ભારત તરફ જોઈ રહી છે. સમાજ પોતાની મેળે બદલાશે નહીં. આપણે ઘરે ઘરે જઈને લોકોને જાગૃત કરવો પડશે.'
મોહન ભાગવતે સંઘના શતાબ્દી વર્ષના મહત્ત્વ પર ભાર મૂક્યો અને સ્વયંસેવકોને તેમની દેશભક્તિ અને સાંસ્કૃતિક વારસા પર ગર્વ કરવા કહ્યું, 'સ્વયંસેવકોએ દરેક ઘરમાં એકતા અને ભાઈચારાની ભાવના પેદા કરીને આ ભૂમિકા માટે પોતાને તૈયાર કરવા જોઈએ. તીજ જેવા તહેવારો સાથે મળીને ઉજવો, એકબીજાના ઘરે જાઓ અને સમાજના તમામ વર્ગના લોકોને આદર સાથે આમંત્રણ આપો. જેના કારણે સદભાવની ભાવના જાગશે.'
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026