રાજસ્થાનના સીકરમાં અકસ્માત, ટ્રક-કારની ટક્કરમાં 5નાં મોત

January 23, 2023

રાજસ્થાનના સીકરમાં ફતેહપુર-સાલાસર રોડ પર એક ભયાનક માર્ગ અકસ્માતના (Fatehpur Salasar Road Accident) સમાચાર છે. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં આ ભયાનક અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકો હરિયાણાના રહેવાસી છે. હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસ તેમની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઘટના બાદ પોલીસ બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ઘટના વિશે માહિતી આપતાં, ફતેહપુર, સીકરના ડેપ્યુટી એસપી રાજેશ કુમાર વિદ્યાર્થીએ જણાવ્યું કે અહીં ફતેહપુર-સાલાસર રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકો હરિયાણાના રહેવાસી છે. પોલીસ તેમની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.