દૌસા-મનોહરપુર હાઇવે પર અકસ્માત, દુલ્હા-દુલ્હન સહિત 5ના મોત

June 11, 2025

રાજસ્થાનમાં દૌસા-મનોહરપપર હાઇવે પર ભયંકર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જયપુર ગ્રામીણના જમવારામગઢ વિસ્તારમાં આવેલા દૌસા- મનોહરપુર હાઇવે પર વરઘોડીયા ભરેલી જીપ ટ્રક સાથે અથડાઇ. જેમાં દુલ્હા દુલ્હન સહિત 5 લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યુ છે. 

મૃતદેહને પણ બહાર કાઢવામાં ભારે જહેમત પડી હતી. મળતી માહિતી અનુસાર 6 જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા છે. જીપમાં સવાર લોકો મધ્યપ્રદેશથી લગ્ન કરીને પરત ફરી રહ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે નીમ્સ હોસ્પિટલ ખસેડાયા છે. રાયસર પોલીસ સ્ટેશન અધિકારી રઘુવીરે જણાવ્યું કે ઘટના બાદ હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. 

અફરાતફરી મચી ગઇ હતી. એમપીથી મનોહરપુર તરફ જાનૈયાઓ ભરેલી જીપ આવી રહી હતી. ઇજાગ્રસ્તોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. જે બાદ પરિવારને સૂચના આપવામાં આવી રહી છે. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.