PM મોદીનુ રાષ્ટ્રને સંબોધન, કહ્યું-'સ્વચ્છતા અભિયાનના 10 વર્ષ પૂર્ણ'
October 02, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિ નિમિત્તે 2 ઓક્ટોબર 2024ના રોજ મહાત્મા ગાંધીને યાદ કરીને એક ખાસ સંદેશ લખ્યો હતો. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે તમામ દેશવાસીઓ તરફથી પૂજ્ય બાપુને તેમની જન્મજયંતિ પર શત શત નમન. સત્ય, સદભાવ અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શ દેશવાસીઓ માટે સદૈવ પ્રેરણાપુંજ બની રહેશે.
પીએમ મોદીએ કહ્યું કે આજે સ્વચ્છ ભારત મિશનની સફર 10 વર્ષના માઈલસ્ટોન પર પહોંચી ગઈ છે. સ્વચ્છ ભારત મિશનની આ યાત્રા કરોડો ભારતીયોની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. છેલ્લા 10 વર્ષમાં લાખો ભારતીયોએ આ મિશનને અપનાવ્યું છે, તેને પોતાનું મિશન બનાવ્યું છે, તેને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યો છે.
છેલ્લા પખવાડિયામાં, દેશભરમાં કરોડો લોકોએ 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમોમાં ભાગ લીધો છે. મને જાણ કરવામાં આવી છે કે 'સેવા પખવાડા'ના 15 દિવસમાં દેશભરમાં 27 લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો. સતત પ્રયત્નોથી જ આપણે આપણા ભારતને સ્વચ્છ બનાવી શકીશું. હું દરેક ભારતીયનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
Related Articles
ગૂગલ અને મેટાને EDની નોટિસ, 21 જુલાઈએ પૂછપરછ માટે બોલાવ્યા
ગૂગલ અને મેટાને EDની નોટિસ, 21 જુલાઈએ પૂ...
Jul 19, 2025
આફ્રિકન દેશમાં બે ભારતીય નાગરિકોની આતંકીઓએ કરી હત્યા, એકનું અપહરણ
આફ્રિકન દેશમાં બે ભારતીય નાગરિકોની આતંકી...
Jul 19, 2025
'બેવડું વલણ ચલાવી નહીં લઈએ..', ગુજરાતની કંપની પર બૅન મામલે કેન્દ્રની યુરોપિયન યુનિયનને ચેતવણી
'બેવડું વલણ ચલાવી નહીં લઈએ..', ગુજરાતની...
Jul 19, 2025
વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડોવાયું, CBI કરે તપાસ...', ઉમા ભારતીએ કોના પર સવાલ ઊઠાવ્યાં
વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડ...
Jul 19, 2025
યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કરમાં 6ના દર્દનાક મોત
યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અક...
Jul 19, 2025
પ.બંગાળની કોર્ટનો મોટો ચુકાદો, 'ડિજિટલ એરેસ્ટ' કેસમાં 9 લોકોને જન્મટીપની સજા ફટકારી
પ.બંગાળની કોર્ટનો મોટો ચુકાદો, 'ડિજિટલ એ...
Jul 19, 2025
Trending NEWS

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025