સુરતમાં નકલી માર્કશીટથી એડમિશનનું કૌભાંડ, કેટલાકે તો MBBS, વકીલાતની ડિગ્રી મેળવી

December 15, 2024

સુરત : રાજ્યમાં હવે નકલી માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બોગસ માર્કશીટ-ડિગ્રીના આધારે એડમિશન મેળવી યુનિવર્સિટીની ડિગ્રી પણ મેળવી લીધીા હોવાનો ખુલાસો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં આવા 62 વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરાયો છે. આ 62 માંથી એક બોગસ વિદ્યાર્થીએ તો બે વર્ષ સુધી MBBSનો અભ્યાસ કર્યો, તો બીજાએ LLBનો અભ્યાસ પૂર્ણ પણ કરી લીધો છે. તો અન્ય એક વિદ્યાર્થીએ બોગસ માર્કશીટના આધારે પ્રવેશ મેળવી B.Com.નો અભ્યાસ શરૂ કરી દીધો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અન્ય રાજ્યોમાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટનું ક્રોસ વેરિફિકેશન કરાવે છે, જેમાં આ સમગ્ર રેકેટ પકડાયું હતું. પકડાયેલી તમામ બોગસ માર્કશીટ તામિલનાડુ, NIOS, કેરલા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ-અલગ સંસ્થાઓની હતી.