મારા કોળી સમાજને કોઈ દુઃખી કરતું હશે તો હું નહીં છોડું ઃ પરસોત્તમ સોલંકીનો હુંકાર
February 08, 2026
રાજકોટ ઃ ઉના તાલુકાના સિમર ગામે કોળી સમાજના સમૂહ લગ્નમાં મંત્રી પરસોત્તમ સોલંકીએ કરેલો આડકતરો કટાક્ષ હાલ ચર્ચામાં છે, જ્યાં તેમણે ધોકાવાળી વાતનો ઉલ્લેખ કરી કહ્યું કે 'ઘણીવાર જાહેરમાં ભાષણમાં કંઈ કહી દઉં છું કે, કોઈ ના સમજે તો ધોકાવાળી કરાય. જ્યારે આ મુદ્દો સમાચારમાં આવ્યો ત્યારે ટીવીવાળાઓએ તેનો ઘણો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવું છે. તો મેં કહ્યું કે, મેં જે કહ્યું છે તે સાચું છે, તમે ના સમજો તો એ તમારો વિષય છે. ભાષણ તો બધા રાજકારણીઓ કરે છે અને વાતો કરીને ભાગી જાય છે, પણ હું એમાંનો નથી. ચિંતા ન કરતા, તમને કોઈ ટેન્શન નહીં આપું. પરંતુ જો તમને કોઈ ધોકા મારે તો યાદ રાખજો કે તમારી પાછળ પરસોત્તમ સોલંકી ઊભો છે'
મંત્રીએ વધુમાં કહ્યું કે, 'હું કોળી સમાજનો દીકરો છું, મને બીજું કંઈ આવડતું નથી. તમે બધાએ મારા દાખલા જોયા છે, જો મારા કોળી સમાજને કોઈ દુઃખી કરતું હશે તો હું નહીં છોડું. બીજાં કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો છે. હું જે કરું છું તે દિલથી કરું છું અને સમાજના ભલા માટે કરું છું, મને કોઈ મર્યાદા નડતી નથી. હું રાજકારણ કરતો નથી અને મને તે આવડતું પણ નથી. દુઃખીની સામે દુઃખી અને સુખીની સામે સુખી બનીને ઊભો રહેવો એ જ મારી રીત છે. ભાવનગર, ગાંધીનગર કે ઉના... હું ગમે ત્યાં હોઉં, સમાજના કોઈ પણ વ્યક્તિને જરૂર પડે તો સીધા આવી જજો. તમારા અખતરા કરવા હોય તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો'
પરસોત્તમ સોલંકીએ સમાજના ધારાસભ્યોની સંખ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો, અને ટકોર કરી હતી કે, 'મને કોઈ 'લાલાપોપા' આવડતા નથી અને હું કોઈના પગે પડે તેવો નેતા નથી. સરકાર પાસે કશું માગતો નથી, પરંતુ જો સમાજના લોકો પર અત્યાચાર થશે તો સૌથી પહેલાં આવીને ઊભો રહીશ. અત્યારે કોળી સમાજના 18 ધારાસભ્યો છે. મારી ઈચ્છા છે કે હજુ વધુમાં વધુ કોળી સમાજના લોકો ધારાસભ્ય બને અને સમાજ મજબૂત થાય'
Related Articles
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026