પાકિસ્તાન નહી સુધરે LoC પછી, આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામ ભંગ

April 30, 2025

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતના કડક વલણથી પાકિસ્તાન ડરી ગયું છે અને તેની હતાશામાં તેણે આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન શરૂ કરી દીધું છે. આ પહેલા પણ પાકિસ્તાન પાંચ દિવસથી નિયંત્રણ રેખા (LoC) પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. મંગળવાર-બુધવારની રાત્રે પાકિસ્તાની ચોકીઓ પરથી ગોળીબારનો અવાજ સંભળાયો. જોકે, ભારતે જવાબદારી સંભાળી અને પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો.

પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘન બાદ, LOCના ઘણા ક્ષેત્રોમાં પ્રવૃત્તિઓ વધી ગઈ છે. ભારતીય સેના પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સરહદી વિસ્તારોમાં ઓપરેશનલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત સરકાર એક્શન મોડમાં છે અને પાકિસ્તાન વિરુદ્ધ કડક નિર્ણયો લઈ રહી છે. આ દરમિયાન, નિયંત્રણ રેખા પર તણાવ વધી રહ્યો છે.