ઈન્ડિગો સંકટ: અમદાવાદ-મુંબઈ સહિત દેશભરમાં આજે પણ અનેક ફ્લાઇટ રદ
December 10, 2025
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ સંચાલનમાં અવ્યવસ્થા બુધવારે (10 ડિસેમ્બર) પણ યથાવત રહી છે. શનિવાર બાદ આજે પણ ઇન્ડિગો એરલાઇન્સની મોટા ભાગની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આજે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની અમદાવાદથી જતી કુલ 23 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. કેન્સલ થયેલી ફ્લાઇટની યાદી નીચે મુજબ છે:
મુંબઈ- 5112, 5192, 6794, 803, 5125, 2046
દિલ્હી- 2209, 6731, 6094, 2491
બેંગ્લોર- 996, 6546, 823, 6422
ચેન્નઈ- 679
હૈદરાબાદ- 6928
તિરુવનંતપુરમ- 6237
લખનૌ- 935
અજમેર- 7401
ગુવાહાટી- 6441
કોલકાતા- 966
પુણે- 699
ગોવા- 6418
જોકે, ઇન્ડિગોની આજે રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધી કુલ 40 ફ્લાઇટ ઓપરેટ થઈ હતી, જેમાં 20 અરાઇવલ અને 20 ડિપાર્ચર ફ્લાઇટનો સમાવેશ થાય છે. અન્ય એરલાઇન્સની આકાસા એરની અંદામાન અને નિકોબારથી આવતી QP 1926 નંબરની ફ્લાઇટ ડીલે થઈ હતી. જ્યારે એર ઇન્ડિયાની ગેટવિકની AI 160 ની ફ્લાઇટ ડીલે થઈ હતી. આ સિવાય જઝીરા એરવેયઝની કુવૈત સિટીની J9 406 ની ફલાઇટ ડીલે થઈ હતી. અમદાવાદથી જતી ફ્લાઇટમાં અકાસા એરની QP 1332 ફ્લાઇટ ડીલે થઈ હતી અને સ્પાઇસજેટની દુબઇ જતી SG 015 ની ફલાઇટ પણ ડીલે થઈ હતી.
Related Articles
ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત: ચાંગોદરમાં ગમખ્વાર અકસ્માત
ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડત...
Dec 09, 2025
જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક યુવાનનું અચાનક હૃદય થંભી જવાથી મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી
જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક...
Dec 08, 2025
અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત, 26 ફ્લાઇટ્સ રદ
અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઇટ કેન્સલ થવા...
Dec 08, 2025
કોઈને વિશ્વાસ નહોતો કે યુવાન સંત પ્રમુખ બનશે': પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ઘટના
કોઈને વિશ્વાસ નહોતો કે યુવાન સંત પ્રમુખ...
Dec 07, 2025
જંબુસર નજીક દરિયામાં બોટ પલટવાની ઘટના, વીડિયો સામે આવ્યા
જંબુસર નજીક દરિયામાં બોટ પલટવાની ઘટના,...
Dec 07, 2025
વડાલીમાં પ્રેમલગ્ન બાદ બે સમાજ વચ્ચે ધીંગાણું, યુવકના મકાનમાં કરી તોડફોડ
વડાલીમાં પ્રેમલગ્ન બાદ બે સમાજ વચ્ચે ધીં...
Dec 07, 2025
Trending NEWS
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
09 December, 2025
09 December, 2025