હિંમતનગર: ગાયત્રી મંદિર રોડ પર ઘાસ ભરેલી ટ્રક બની અગનગોળો, વીજ વાયરને અડકતા લાગી ભીષણ આગ
February 25, 2026
સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ વિસ્તારમાં આવેલા મોદી ગ્રાઉન્ડ પાસે એક ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રકમાં સૂકું ઘાસ ભરેલું હતું. આ ટ્રક જ્યારે મોદી ગ્રાઉન્ડ પાસે ઉભી હતી, ત્યારે રસ્તાની બાજુમાં આવેલા વીજળીના થાંભલા પરથી પસાર થતા જીવંત વીજ તાર ઘાસને અડી ગયા હતા. સૂકું ઘાસ હોવાના કારણે વીજ કરંટના તણખા પડતાની સાથે જ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી અને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ફાઈટરની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે, ઘાસના જથ્થાને કારણે આગ વધુ પ્રચંડ બનતા સ્થિતિને પહોંચી વળવા માટે બીજી ફાયર ટીમને પણ સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી.
Related Articles
સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો ભરડો, પાંચ બાળકના મોત
સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો ભરડો, પાં...
Jul 10, 2026
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્રાઉન્ડ ઝીરો પર ગયા વગર મુખ્યમંત્રીએ ₹500 કરોડના પેકેજની કરી જાહેરાત
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્ર...
Jul 10, 2026
સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ્ન, ગળાડૂબ પાણીમાં ફસાયેલા 193થી વધુ નાગરિકોનું રેસ્ક્યૂ
સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ...
Jul 08, 2026
વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે, 4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ
વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી...
Jul 08, 2026
4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સુરતમાં મેઘતાંડવ બાદ ખાડીઓ ભયજનક સ્તરે, મુંબઈમાં વરસાદ વચ્ચે અનેક ટ્રેનો રદ
4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સુરતમાં મે...
Jul 08, 2026
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હા...
Jul 07, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026