‘PM મોદી EVM નહીં, દિલ હેક કરે છે...’ લોકસભામાં બોલ્યા કંગના રનૌત, વિપક્ષ પર પણ સાધ્યું નિશાન
December 10, 2025
લોકસભામાં આજે શિયાળુ સત્રનાં સાતમાં દિવસે સાંસદ કંગના રનૌતે ચૂંટણી સુધારાઓ પર બોલતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવાની સાથે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, સંસદમાં આ વર્ષે યોજાયેલા તમામ સત્રો વિપક્ષના હંગામા વચ્ચે વિત્યા છે, તેથી નવા સાંસદ તરીકેનો મારો આ અનુભવ ચિંતાજનક છે. તેમણે વિપક્ષ દ્વારા વિવાદો, સૂત્રોચ્ચાર અને ગૃહની કાર્યવાહી અટકાવવાની રીતોને લોકશાહી વિરુદ્ધની ગણાવી છે. વિપક્ષ દ્વારા ઈવીએમ હેક કરવાના આક્ષેપોનો જવાબ આપતા કંગનાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી ઈવીએમ હેક કરતા નથી, પરંતુ તેઓ લોકોના દિલ હેક કરે છે.
કંગનાએ વિપક્ષ દ્વારા SIR વિરુદ્ધના સૂત્રોચ્ચાર અને વિપક્ષ દ્વારા હોબાળાને યાદ કરી ભાષણની શરૂઆત કરી હતી. આ દરમિયાન કંગનાએ કહ્યું કે, ‘જ્યારે સરકાર કોઈ કામ આગળ વધારે છે, ત્યારે વિપક્ષો તેનો વિરોધ કરવા માટે નિયમો તોડે છે. વિપક્ષ પાસે કોઈ ચોક્કસ તથ્યો અને કોઈ સ્પષ્ટ રણનીતિ પણ નથી. જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) બોલવા ઉભા થયા હતા, ત્યારે આશા હતી કે, તેઓ કોઈ મોટો ખુલાસો કરશે, પરંતુ તેઓએ તથ્યો અને ગંભીરતા વગર ભાષણ કર્યું હતું.’
રાહુલ ગાંધીએ હરિયાણાના રાય વિધાનસભા મતવિસ્તારમાં 10 બૂથ પર એક મહિલાએ અલગ અલગ નામથી 22 મત આપ્યા હોવાનો અને તે મહિલા બ્રાઝિલિયન મોડેલ મેથ્યુસ ફેરેરો હોવાનો દાવો કર્યો હતો, જે મુદ્દે કંગનાએ વિદેશી મહિલાની તસવીર જાહેર કરવાની બાબતને ગંભીર અપમાન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘તે મહિલાએ જાતે જ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, તેનો ભારત સાથે કોઈ સંબંધ નથી અને તે ભારત ક્યારેય આવી નથી. તેમ છતાં વિપક્ષે તે મહિલાની તસવીરનો દુરુપયોગ કર્યો. હું ગૃહ તરફથી તે મહિલાની માફી માગું છું. તેણીને ખોટી રીતે જાહેર કરીને વિપક્ષે મહિલાઓ સન્માનનું અપમાન કર્યું છે. કોંગ્રેસ (Congress) મહિલાઓનું અપમાન કરવા જેવી બાબતોમાં વારંવાર સામેલ હોય છે, જ્યારે વડાપ્રધાને મહિલાઓના સન્માન અને સુરક્ષા માટે અનેક મહત્ત્વના પગલા ભર્યા છે.’
Related Articles
'SIR'ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ
'SIR'ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય ત...
Dec 10, 2025
2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે, મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે
2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે,...
Dec 10, 2025
દેશના સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્યમાં જ ભાજપ માટે માથાનો દુઃખાવો બની SIR પ્રક્રિયા, જાણો કેમ?
દેશના સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્યમાં જ ભાજપ...
Dec 10, 2025
માર્કેટ શેર ઘટશે, બીજી એરલાઈન્સને ફાયદો... 10% ફ્લાઈટ કાપથી ઈન્ડિગોને 4 નુકસાન
માર્કેટ શેર ઘટશે, બીજી એરલાઈન્સને ફાયદો....
Dec 10, 2025
મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે પ્રસિદ્ધ કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી, કોર્ટે ફરિયાદ સ્વીકારી
મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે પ્રસિદ્ધ...
Dec 10, 2025
'વીર સાવરકર' એવોર્ડની જાહેરાત પર ભડક્યાં શશી થરુર, કહ્યું - જાણ વિના કેવી રીતે આપ્યો
'વીર સાવરકર' એવોર્ડની જાહેરાત પર ભડક્યાં...
Dec 10, 2025
Trending NEWS
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
09 December, 2025
09 December, 2025