માર્કેટ શેર ઘટશે, બીજી એરલાઈન્સને ફાયદો... 10% ફ્લાઈટ કાપથી ઈન્ડિગોને 4 નુકસાન

December 10, 2025

ઈન્ડિગો એરલાઈન્સનું સંકટ હજુ ટળ્યુ નથી, આજે દેશભરમાંથી 300થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે, અને સેંકડોની સંખ્યામાં મુસાફરો એરપોર્ટ પર રઝળી પડ્યા છે. આજે ઈન્ડિગો સંકટનો 9મો દિવસ છે. આ વચ્ચે હવે સરકારે કડક પગલા લેતા ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં 10% કાપ નિર્દેશ આપ્યો હતો. હવે, બીજો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, આ કાપ મૂકવામાં આવેલી ઈન્ડિગો ફ્લાઈટ્સ અન્ય એર ઓપરેટરોને રી-ડિસ્ટ્રિબ્યૂટ કરવામાં આવશે, જે સંકટમાં ફસાયેલ ઈન્ડિગો માટે વધુ એક મોટો ઝટકો હશે અને તેની સીધી અસર તેના માર્કેટ શેર પર જોવા મળશે. સરકારના 10% કાપ વાળા નિર્દેશ બાદ હવે સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે, ઈન્ડિગોની કાપ મૂકવામાં આવેલી ફ્લાઈટ્સ અન્ય એરલાઈન્સને આપવામાં આવશે, એટલે કે, અન્ય એર ઓપરેટરોને સ્પેસ મળશે. સરકારના આ રી-ડિસ્ટ્રિબ્યૂટના નિર્ણયથી એરલાઈન્સને એક મજબૂત મેસેજ જશે કે મુસાફરોને હળવાશથી ન લઈ શકાય અને ઈન્ડિગો જેવી સ્થિતિમાં તે એરલાઈનના માર્કેટ શેર પર પણ અસર પડી શકે છે.
ઈન્ડિગોની કાપ મૂકવામાં આવેલી ફ્લાઈટ્સને રી-ડિસ્ટ્રિબ્યૂટ કરવાથી મુસાફરો પાસે હવાઈ યાત્રા કરવાના વધુ વિકલ્પો રહેશે અને ઈન્ડિગોની ફ્લાઈટ જે સતત રદ થઈ રહી છે તેમાં પણ બ્રેક લાગશે. કાર્યપદ્ધતિની વાત કરીએ તો ઈન્ડિગોનો 10% ઓપ્સ શેર એર ઇન્ડિયા, સ્પાઈસજેટ, અકાસા અને અન્ય વિશ્વસનીય ઓપરેટરોને તેમની ક્ષમતા, ફ્લીટ ક્ષમતા અને હાલના રિસોર્સના આધાર પર આપી શકાય છે. સરકારના આ નિર્ણયથી એરલાઈનને ચાર મોટા ઝટકા લાગશે.