અમેરિકાના હુમલા બાદ અકળાયેલા ઈરાને ઈઝરાયલના 10 શહેરોમાં તબાહી મચાવવાનું શરૂ કર્યું
June 22, 2025

ઈઝરાયલના અનેક શહેરોમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે. ઈઝરાયલ રેસ્ક્યુ સર્વિસિઝ અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા છે. મધ્ય ઈઝરાયલના અનેક સ્થળો પર મિસાઈલ હુમલા થયા છે.
ઈઝરાયલના મોટાભાગના શહેરોમાં એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ઈઝરાયલી સેનાએ કહ્યું છે કે ઈરાને ઈઝરાયલ સામે બદલો લેવા માટે હુમલા શરૂ કર્યા છે. આઈડીએફએ જણાવ્યું હતું કે, "થોડા સમય પહેલા ઈરાન તરફથી ઈઝરાયલ પર ઝીંકાયેલી મિસાઈલોને ઈન્ટરસેપ્ટ કર્યા બાદ ઈઝરાયલના ઘણા વિસ્તારોમાં સાયરન વાગ્યા હતા. લોકોને હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.
અમેરિકા દ્વારા બંકર બસ્ટર બોમ્બ ઝીંકીને ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવાયા બાદ ઈરાને હવે વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી છે. ઈરાને ઈઝરાયલના હાઈફા અને તેલ અવીવ શહેરમાં મિસાઈલ ઝીંકી હતી. જેના વીડિયો સામે આવતા શહેરમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
Related Articles
ભારતનો ચીનને ઝટકો, શ્રીલંકા સાથે ડૉકયાર્ડ ડીલ, હિન્દ મહાસાગરમાં દબદબો વધશે
ભારતનો ચીનને ઝટકો, શ્રીલંકા સાથે ડૉકયાર્...
Jun 28, 2025
પત્નીથી તલાક થતાં ગુસ્સામાં દ.કોરિયાના યુવકે મેટ્રો ટ્રેનમાં પેટ્રોલ છાંટી લગાવી આગ, 22 દાઝ્યાં
પત્નીથી તલાક થતાં ગુસ્સામાં દ.કોરિયાના ય...
Jun 28, 2025
'અમે અમારી ઇચ્છા પ્રમાણે જ કરીશું...' રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઇન અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન
'અમે અમારી ઇચ્છા પ્રમાણે જ કરીશું...' રે...
Jun 28, 2025
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્વાત નદીમાં એક જ પરિવારના 18 લોકોના ડૂબી જવાથી મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્...
Jun 28, 2025
કેનેડા સરકારે ચીની કંપની હિકવિઝનને તેની તમામ કામગીરી બંધ કરવા આદેશ આપ્યો
કેનેડા સરકારે ચીની કંપની હિકવિઝનને તેની...
Jun 28, 2025
અમેરિકામાં જન્મનાર દરેક બાળક અમેરિકાનું નાગરિક ગણાશે નહીં, ટમ્પે ફેરફાર કર્યો
અમેરિકામાં જન્મનાર દરેક બાળક અમેરિકાનું...
Jun 28, 2025
Trending NEWS

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025
28 June, 2025
28 June, 2025
28 June, 2025

28 June, 2025