મહારાષ્ટ્રમાં એનડીએમાં બેઠક વહેંચણી પર સહમતિ સધાઈ! જાણો ભાજપે શિંદે-અજિત પવારને શું આપ્યું?

October 19, 2024

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, મહાયુતિ  (ભાજપની આગેવાની હેઠળની એકનાથ શિંદે-અજિત પવારની એનસીપી)માં 260 બેઠક પર સહમતિ સધાઈ છે. 260 બેઠકોમાંથી ભાજપ 142 બેઠકો પર એકલા ચૂંટણી લડશે, જ્યારે શિંદે જૂથને 66 બેઠકો અને અજિત પવારને 52 બેઠક મળી શકે છે. હજુ સત્તાવાર રીતે આ અંગે જાહેરાત કરવામાં આવી નથી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. રાજ્યમાં 20મી નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે.  વિધાનસભાની 288 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જ્યારે 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં નામાંકન ભરવાની તારીખ 22મી ઓક્ટોબર નક્કી કરી છે. છેલ્લી તારીખ 29મી ઓક્ટોબર રાખવામાં આવી છે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ ચોથી નવેમ્બર, મતદાનની તારીખ 20 નવેમ્બર અને પરિણામની તારીખ 23 નવેમ્બર છે. અત્યારે જો આપણે મહારાષ્ટ્ર વિધાનસભાની વાત કરીએ તો 288 વિધાનસભા સીટોમાંથી શાસક પક્ષ એટલે કે મહાયુતિ ગઠબંધન પાસે 218 સીટો છે.