અમેરિકાના લોસ એન્જેલસમાં મોટી દુર્ઘટના, કાર ચાલકે ભીડ પર ચડાવી દીધી કાર, 25થી વધુ ઈજાગ્રસ્ત

July 19, 2025

લોસ એન્જેલસ : અમેરિકાના લોસ એન્જેલસમાં શનિવારે એક મોટી દુર્ઘટના બની છે. સાંતા મોનિકા બુલેવાર્ડ પર એક મ્યૂઝિક વેન્યૂની નજીક એક કાર ચાલકે લોકોની ભીડ પર કાર ચડાવી દીધી હતી. આ દુર્ઘટનામાં 28 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 10ની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જો કે, હજુ સુધી કાર ચાલકની ઓળખ થઈ શકી નથી. આ હુમલો હતો કે ભૂલથી બનેલી દુર્ઘટના હતી તે અંગે પણ સત્તાવાર જાણી શકાયું નથી.