20 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ સાઉદીના 'સ્લીપિંગ પ્રિન્સ' નું નિધન
July 20, 2025

દુબઈ ઃ દુનિયાભરમાં 'સ્લીપિંગ પ્રિન્સ' નામથી પ્રખ્યાત સાઉદી પ્રિન્સ અલ વલીદ બિન ખાલિદ બિન તલાલ અલ સઉદનું શનિવારે 35 વર્ષની ઉંમરે મોત નિપજ્યું હતું. આશરે 20 વર્ષ પહેલાં એક દર્દનાક અકસ્માતનો શિકાર થયા બાદ તે કોમામાં હતો અને તેના કારણે તે 'સ્લિપિંગ પ્રિન્સ'ના નામથી ઓળખાય છે.
'ગલ્ફ ન્યૂઝ' અનુસાર, 1990 માં જન્મેલા પ્રિન્સ અલ વલીદ, પ્રિન્સ ખાલિદ બિન તલાલ અલ સઉદના સૌથી મોટા પુત્ર હતા, જે એક પ્રમુખ સાઉદી શાહી અને અબજપતિ પ્રિન્સ વલીદ બિન તલાલના ભત્રીજા હતા. વર્ષ 2005માં જ્યારે અલ વલીદ ફક્ત 15 વર્ષના હતા, તેઓ લંડનમાં મિલિટ્રી કેડેટ રૂપે અભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક ભયાનક કાર અકસ્માતમાં તેમને ઈજા પહોંચી હતી અને ખૂબ વધારે લોહી વહી ગયું હતું. જેના કારણે તેમને બ્રેઇન હેમરેજ થઈ ગયું અને તે કોમામાં જતા રહ્યા.
અકસ્માત બાદ સારી સ્વાસ્થ્ય સુવિધાઓની સાથોસાથ અમેરિકા અને સ્પેનિશ ડૉક્ટરોની મદદ છતાં પ્રિન્સ અલ વલીદ ક્યારેય પણ સંપૂર્ણ રીતે ભાનમાં ન આવી શક્યા અને તેમનું મોત પણ કોમામાં રહેતા દરમિયાન જ થયું હતું.
ગત 20 વર્ષમાં પ્રિન્સ અલ વલીદ જિંદગીના મોટાભાગના સમયમાં કોમામાં રહ્યા, જોકે ક્યારેક-ક્યારેક મૂવમેન્ટથી આશાની કિરણ જાગતી હતી. તેમના પિતા પ્રિન્સ ખાલિદ બિન તલાલે લાઇફ સપોર્ટ સિસ્ટમ એટલે કે, વેન્ટિલેટર દૂર કરવાની ભલામણને સાર્વજનિક રૂપે નકારી દીધી હતી. તે ઈશ્વર પર પોતાના વિશ્વાસને લઈને તેઓ દીકરાની સારવાર કરાવતા રહ્યા. પ્રિન્સ અલ વલીદના પિતાએ ક્યારેય આશા ન છોડી કે, તેમનો દીકરો એક દિવસ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.
પ્રિન્સની સારવાર કરવા દુનિયાભરના સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર હારી ગયા હતા, પરંતુ તેના પિતાનો વિશ્વાસ આ 20 વર્ષમાં એકવાર પણ ન ડગ્યો. અલ વલીદની સારવાર દરમિયાન અનેકવાર આશા જાગી અને ફરી તૂટી ગઈ. પરંતુ, પિતાએ હાર ન માની અને છેલ્લા શ્વાસ સુધી દીકરાનું વેન્ટિલેટર દૂર થવા ન દીધું અને તેમની સંભાળમાં પણ કોઈપણ પ્રકારની કચાસ નહતી મૂકી.
Related Articles
રશિયામાં એક કલાકમાં 5 ભૂકંપ, સૌથી જોરદાર આંચકો 7.4ની તીવ્રતાનો, સુનામીની ચેતવણી
રશિયામાં એક કલાકમાં 5 ભૂકંપ, સૌથી જોરદાર...
Jul 20, 2025
ઝેલેન્સ્કી નરમ, સીઝફાયર અંગે વાતચીત કરવા રશિયાને ઓફર
ઝેલેન્સ્કી નરમ, સીઝફાયર અંગે વાતચીત કરવા...
Jul 20, 2025
પાકિસ્તાનમાં જળપ્રલય, 200થી વધુ લોકોના મોત, 560થી વધુ ઈજાગ્રસ્ત
પાકિસ્તાનમાં જળપ્રલય, 200થી વધુ લોકોના મ...
Jul 20, 2025
અમેરિકાના લોસ એન્જેલસમાં મોટી દુર્ઘટના, કાર ચાલકે ભીડ પર ચડાવી દીધી કાર, 25થી વધુ ઈજાગ્રસ્ત
અમેરિકાના લોસ એન્જેલસમાં મોટી દુર્ઘટના,...
Jul 19, 2025
ગૂગલ અને મેટા ઈડીના રડારમાં, ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સ
ગૂગલ અને મેટા ઈડીના રડારમાં, ઓનલાઈન સટ્ટ...
Jul 19, 2025
અમેરિકા સાથે વેપાર કરતી વખતે ભારતે સાવચેત રહેવું પડશે, પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને ચેતવ્યાં
અમેરિકા સાથે વેપાર કરતી વખતે ભારતે સાવચે...
Jul 19, 2025
Trending NEWS

20 July, 2025

20 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025