અજિત પવાર પ્લેન દુર્ઘટનાની CIDને તપાસ સોંપાઇ

January 31, 2026

મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા. બુધવારે (28 જાન્યુઆરી) બારામતી વિસ્તારમાં થયેલી એક ભયાનક વિમાન દુર્ઘટનામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું. આ ચકચારી ઘટનાની તપાસ હવે રાજ્યના ગુનાહિત તપાસ વિભાગ (CID) ને સોંપવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી અજિત પવાર જિલ્લા પરિષદની ચૂંટણીના પ્રચાર અર્થે મુંબઈથી સવારે 8 વાગ્યે બારામતી જવા રવાના થયા હતા. તેમને તે દિવસે ત્યાં ચાર મહત્વની બેઠકો સંબોધવાની હતી. જોકે, બારામતી એરપોર્ટ પર લેન્ડિંગની તૈયારી કરતી વખતે જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

દુર્ઘટના બાદ બારામતી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. CIDના અધિક પોલીસ મહાનિર્દેશક સુનિલ રામાનંદે પુષ્ટિ કરી છે કે હવે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ CID કરશે. આ ઉપરાંત, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની AAIB અને DGCA ની ટીમોએ પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.