Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

અક્ષય કુમારે આંખની સર્જરી કરાવી, થોડો સમય બ્રેક લેશે

May 09, 2026

મુંબઇ : અક્ષય કુમારે હાલમાં આંખની સર્જરી કરાવી છે. તેને પગલે તે થોડા દિવસો સુધી  ફિલ્મ શૂટિંગમાંથી બ્રેક લઈ આરામ કરશે. અક્ષયે તા. છઠ્ઠી મેના સવારે આ સર્જરી કરાવી હતી. વિઝન  કરેક્શન માટે આ સર્જરી કરાવાઈ હોવાનુ ંકહેવાય છે. હજુ સર્જરીના આગલા દિવસે જ અક્ષય કુમારે અનીસ બઝમીની ફિલ્મ 'કેરલમ'નું શૂટિંગ શિડયૂલ પૂર્ણ થયાનું અપડેટ આપ્યું હતું. તેણે આ શૂટિંગ પૂર્ણ થાય તે પછી સર્જરી પ્લાન કરી હોવાનું મનાય છે. અક્ષય બોલિવુડમાં સૌથી શિસ્તબદ્ધ જીવનશૈલી ધરાવતો કલાકાર ગણાય છે. તે રાતે વહેલો ઊંઘી જાય છે અને પરોઢે વહેલો ઉઠી જાય છે. તે ક્યારેય ફાસ્ટ ફૂડ ખાતો નથી અને બોલિવુડની પાર્ટીઓમાં પણ જતો નથી. અક્ષયની આગામી ફિલ્મોમાં 'વેલકમ ટુ ધી જંગલ', 'હૈવાન' તથા 'ગોલમાલ ફાઈવ'નો સમાવેશ થાય છે.  હવે તે કેટલો જલ્દી  સેટ પર પાછો ફરે છે તેની રાહ જોવાય છે.